રેલવે, બસ અને મેટ્રોમાં નહીં ચાલે 500ની જૂની નોટ, પણ અહીં ચાલશે આ નોટો

નવી દિલ્હીઃ નોટબંદીના નિર્ણયને એક મહિનાથી વધારે સમય થઇ ગયો છે. ત્યારે શુક્રવારે મોડી રાતથી 500ની જૂની નોટો રેલવે, મેટ્રો અને સરકારી બસોમાં નહીં ચાલે. પહેલાં આ જગ્યા પર 500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી ચલાવવાનું સરકારે જણાવ્યું હતું, પરતું 9 ડિસેમ્બરે જ સરકારે તેની પર પ્રતિબંધ લાદી દીધો છે. હવે આ નોટો માત્ર બેંકોમાં જમા કરાવવામાં આવશે. જો કે કેટલીક જગ્યાઓ પર 15 ડિસેમ્બર સુધી 500ની જૂની નોટો ચાલશે.

સરકારી હોસ્પિટલ અને ફાર્મસીમાં ચાલશે 500ની જૂની નોટ

સહકારી ભંડારમાં 5000 રૂપિયા સુધીના સામાન પર ચાલશે જૂની નોટ

મિલ્ક બૂથ પર, શ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં

એલપીજી સિલિન્ડર, સ્મારકો અને ટિકિટમાં

વિજળી અને પાણીના બિલ ભરવામાં

કોર્ટ ફી, સરકારી દુકાનોના વીજ બિલ

સરકારી કોલેજોમાં ફી ભરવા

 500 રૂપિયા સુધીના પ્રીપેડ મોબાઇલ રિચાર્જ પર

home

 

 

You might also like