૫૦૦ કિલો વજનની સૌથી જાડી મહિલા ૨૫ વર્ષથી ઘરની બહાર નીકળી નથી

કાહિરા: તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ મિસરની આ મહિલાનું વજન 500 કિલોગ્રામ છે. તેને વિશ્વની સૌથી જાડી મહિલા ગણવામાં આવી રહી છે. 36 વર્ષની ઇમાન અહમદ અબ્દુલાતી 25 વર્ષથી એલેક્ઝેન્ડ્રિયા સ્થિત પોતાના ઘરની બહાર નથી નીકળી. ડેઈલી મેલના અહેવાલ અનુસાર તે પોતાના મેદસ્વી શરીરને કારણે પથારીમાં ઊઠી પણ શકતી નથી. ભોજન કરવા, કપડા બદલવાં અને સાફ-સફાઈ સહિત અન્ય દૈનિક કાર્યમાં તે પોતાની માતા અને બહેન પર નિર્ભર છે. જન્મના સમયે જ તેનું વજન અસામાન્ય રીતે 5 કિલોગ્રામ હતું. ડોક્ટરોએ તેને એલિફેન્ટાઈસિસથી પીડિત ગણાવી છે. આ એક પરજીવી સંક્રમણ છે, જેમાં પગની પિંડીમાં સોજા આવી જાય છે. ડોક્ટરોએ કહ્યું કે, ગ્રંથિઓમાં ખરાબીને કારણે તેના શરીરમાં જરૂર કરતાં વધારે પાણી જમા થઈ જાય છે.

ઇમાન જ્યારે નાની હતી, ત્યારે તે પોતાના હાથની મદદથી આમ તેમ ફરી શકતી હતી, પરંતુ ૧૧ વર્ષની ઉંમર આવતાં તે પોતાના ભારે શરીરને કારણે ઊભી થઈ શકતી ન હતી અને ઘરમાં માત્ર થોડી હરી ફરી શકે તેટલી સક્ષમ રહી. સેરેબ્રલ સ્ટ્રોક થયા બાદ તેને પ્રાઈમરી સ્કૂલ છોડવી પડી અને તે સંપૂર્ણ રીતે પથારીવશ થઈ ગઈ. ત્યાર બાદ ઇમાન બિલકુલ શિથિલ અને કંઈ પણ કરી શકવામાં અસમર્થ થઈને માત્ર પોતાના ઘરમાં પડી રહે છે. ઇમાનની મોતની આશંકાથી ડરી ગયેલ તેના પરિવારે એક ઓનલાઈન અરજી કરીને મિસરના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસીને સારવાર માટે મદદની અપીલ કરી છે.

You might also like