૫૦૦ કિલોની મહિલા ઇલાજ માટે અાજે સવારે મુંબઈ પહોંચી ગઈ

મુંબઈ: દુનિયાની સૌથી મેદસ્વી મહિલા ઇમાન અહેમદ બેરિયે‌િટ્રક સર્જરી માટે અાજે વહેલી સવારે મુંબઈ પહોંચી ચૂકી છે. ઇજિપ્તની રહેવાસી ઇમાનનું વજન ૫૦૦ કિલો છે. મુંબઈના ડોક્ટર મફી લાકડાવાળા અને તેમની ટીમ ૩૬ વર્ષની અા મહિલાની સર્જરી બાદ ત્રણ મહિના સુધી તેનો ઇલાજ કરશે.

ડોક્ટર્સની ટીમ સ્પેશિયલ પ્લેનથી ઇમાનને મુંબઈ લઈ અાવી. તેના માટે રોડ અને અેર ટ્રાવેલની પણ ખાસ સગવડ કરાઈ છે. વધુ વજનના કારણે ઇમાન ૨૫ વર્ષથી ઘરની બહાર નીકળી શકી નથી અને ક્યારેય સ્કૂલ પણ ગઈ નથી.  ડોક્ટર લાકડાવાળાઅે કહ્યું કે દેશમાં પહેલી વાર તમામ જરૂરી મે‌િડકલ ઇક્વિપમેન્ટ્સ એક ટ્રકમાં લગાવાયાં હતાં. અા દ્વારા ઇમાનને એરપોર્ટથી હોસ્પિટલ લવાઈ. તેની પાછળ એક એમ્બ્યુલન્સ અને અાગળ પોલીસની ગાડી હતી. સેફી હોસ્પિટલમાં તેના માટે એક ખાસ રૂમ તૈયાર કરાયો.

ઉલ્લેખનીય છે કે ઇમાનને ભારત લાવવા માટે પહેલાં કોઈ એરલાઈન્સ તૈયાર ન હતી. ત્યારબાદ િવઝા મળવામાં સમસ્યા થઈ. ડોક્ટર લાકડાવાળાઅે વિદેશ પ્રધાનને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મેમ ૫૦૦ કિલોની ઇમાન અહેમદે પોતાનો જીવ બચાવવા માટે મારી મદદ માગી છે તેને નોર્મલ પ્રોસેસ હેઠળ વિઝા મળી રહ્યો નથી. પ્લીઝ, તેને મે‌િડકલ વિઝા અપાવવામાં મદદ કરો. અા મુદ્દે સુષમાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે અા ગંભીર બાબતને મારી સામે લાવવા માટે અાભાર. અાપણે ચોક્કસ તેને મદદ કરીશું.
http://sambhaavnews.com/

You might also like