પાંચ વર્ષની ફિરદોસ હિન્દુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતા પઠનમાં અવ્વલ

કેન્દ્રપાડા :  પાંચ વર્ષની નાની બાળા જે ધર્મે મુસ્લીમ છે. તેને હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતા કંઠસ્થ છે, અને આટલુ જ નહી તેણી પોતાનાથી મોટી ઉમરનાં બાળકો કરતા સારૂ પ્રદર્શન કરતા ગીતા પાઠમાં પ્રથમ આવી છે.  ઓરિસ્સાનાં કેન્દ્ર પાડામાં રહેતી પાંચ વર્ષની ફિરદોસે આ અનોખી સિદ્ધી પ્રાપ્ત કરી છે. ફિરદોસ મા કહે છે કે, મને ગર્વ છે કે હું ફિરદૌસની માતા છે.

દેશમાં જ્યારે સાંપ્રદાયિક વાતાવરણ ડહોળાયાનાં સમાચાર સમાચારો આવે છે ત્યારે આ પ્રકારની ધટનાઓ લોકોને શાંતિ અને સહિષ્ણુતા જાળવી રાખવા પ્રેરે છે. ઓડ઼ીશાના કેન્દ્રાપાડામાં લઘુમતી સમુદાયની પાંચ વર્ષની દિકરી ગીતા પાઠમાં પ્રથમ આવી. જેના પગલે  લોકો આશ્ર્ચર્યચકિત થયા હતા. ફિરદૌસ બુધવારે ગીતા પાઠમાં બધા પ્રતિસ્પર્ધિયો કરતા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

ફિરદૌસ કેન્દ્રપાડાના સૌવાનિયા આવાસીય શાળામાં અભ્યાસ કરે છે. ફિરદોસની સાથે અભ્યાસ રકતા વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષા વાંચવામાં પણ સમસ્યા થાય છે, ત્યારે ફિરદોસે સંસ્કૃતમાં રહેલી ગીતાના પઠનમાં નંબર પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધાના નિર્ણાયકે જણાવ્યું કે ફિરદૌસ અસામાન્ય પ્રતિભા છે. તેણીએ 6 થી 14 વર્ષ સુધીના બાળકોની શ્રેણીની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર આવી છે.

કેન્દ્રપાડાની રહેવાસી આર્યદતાએ ફિરદૌસની આ સિઘ્ઘી વિશે જણાવ્યુ કે ‘ અમે સમાચારપત્રમાં વાચ્યુ કે ઇન્ડીયન આઈડોલની ગાયિકા વિરૂધ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે  પરંતુ અહિયા તો એક મુસ્લિમ બાળા ગીતાના પાઠ કરી સાપ્રદાયિક સદ્દભાવ અને સહિષ્ણુતા માટે લોકોને પ્રેરીત કરી રહી છે.

 ફિરદૌસ જણાવ્યુ કે  માર શિક્ષકોએ મને નૈતિકતાના પાઠો ભણાવ્યા છે મારા અંદર જીવો અને જીવા દો ની ભાવના જાગૃત કરી  છે. ફિરદૌસની માતા આરીફા બીવીએ જણાવ્યુ કે મને તેણીની મા બનવા પર ગર્વ છે. જાણીને સંતોષ થયો કે ફિરદૌસ ગીતા પઠનમાં પ્રથમ આવી છે.

ફિરદૌસ પહેલા મુંબઈની મરીયમ સિદ્દિકી ગીતા ચેંમ્યીન લીગ જીતી ચર્ચામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા ઇસ્કોન ઇન્ટરનેશનલ સોસાયટી દ્વારા આયોજીત કરાઇ હતી. જેમાં મોટા ભાગના હિન્દુ વિદ્યાર્થીઓ હતા પરંતુ મરીયમે બધાને પછાડીને આ સ્પર્ધા જીતી લીધી હતી.

You might also like