ચોકલેટ આપવાના બહાને ઘરમાં બોલાવી 5 વર્ષીય બાળકી પર દૂષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

728_90

અમદાવાદમાં વધુ એક સભ્ય સમાજને કલંકીત કરતી ઘટના બની છે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક હવસખોર પાડોશીએ 5 વર્ષીય બાળકી સાથે દૂષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પાડોશી આરોપીએ બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી અને પોતાના ઘરમાં બોલાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

આ આરોપ બાળકીના માતા-પિતાએ લગાવ્યો છે. બાળકીના માતા-પિતાના કહેવા અનુસાર બાળકી સાંજના સમયે બહાર રમવા માટે ગઈ હતી. આ સમયે પાડોશમાં રહેતા રાજકુમાર નામના શખ્સે ચોકલેટ આપવાના બહાને તેને પોતાના ઘરમાં બોલાવી હતી. ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

આ મામલે બાળકીએ પોતાના ઘરે જઈને તેની માતાને દુખાવો થતો હોવાનું જણાવ્યું હતું, અને પાડોશીએ તેની સાથે દૂષ્કર્મ આચર્યા અંગે માતાને જણાવતા સ્થાનિકોએ આરોપીને માર માર્યો હતો. ત્યાર બાદ 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. આ મામલે માધુપુરા પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

You might also like
728_90