સવાઈ માધોપુરના બોરવેલમાં પડી ગયેલા બાળકને બચાવી લેવાયું

સવાઈ માધોપુર: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં બોરવેલમાં પડી ગયેલા એક પાંચ વર્ષના બાળકને ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડીને બચાવી લેવાયું છે. હાલ આ બાળકની હાલત સ્થિર છે.

સવાઈ માધોપુરના પોલીસવડા મામનસિંહે જણાવ્યુ કે ગામનો પાંચ વર્ષનું બાળક અમન બૈરવા રમી રહ્યું હતું. ત્યારે તે રમતા રમતા એક ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું અને ૩૦ ફૂટ નીચે ફસાઈ ગયું હતું. બાદમાં તેના પરિવારજનોએ તેની શોધખોળ કરતાં તે બોરવેલમાં પડી ગયાની જાણ થતાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.બનાવની જાણ થતા જ પોલીસ અધિકારી વ્રજેન્દ્રસિંહ, જિલ્લા અધિકારી ગૌરીશંકર શર્મા સહિત અન્ય અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તાત્કાલિક જેસીબી મગાવી બાળકને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાવી હતી.

જેમાં બોરવેલમાં ઓકિસજનની પાઈપ ઉતારવામાં આવી હતી. બાદમાં જયપુરથી એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. તેમજ મકસૂદનુરા પીએચસીના ડો. ધર્મરાજ મહાવરની આગેવાનીમાં ૧૦૮ ના કર્મચારી સહિત ચિકિત્સકોની ટીમ ઘટનાસ્થળે આવી ગઈ હતી. ત્યારબાદ બોરવેલમાં પડી ગયેલા બાળકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

You might also like