મમ્મીના પ્રેમને બદલે મળ્યો ડામ, વડગામમાં 5 વર્ષના માસૂમ પર ઘોર અત્યાચાર

આજે સમાજ ભલે સુધરેલો ગણાતો હોય પરંતુ હજી પણ વિકાસના પંથે ચાલતા ગુજરાતમાં દીવા તળે અંધારું જોવા મળે છે. આવી એક ઘટના વડગામના ચંગવાડા ગામની સામે આવે છે. અહીં સાવકીમાંએ પાંચ વર્ષના મુંગા દીકરાને દીવાસળીથી ડામ દેવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં આ માસુમ બાળક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે.

એક ચાર વર્ષના માસુમ બાળક પર સાવકી માતાએ સળગતી દીવાસળીથી વારંવાર શરીર ભાગમાં ડામ આપ્યો છે. સમાજ જીવનને શર્મનાક કરે તેવી ઘટના આજે પ્રકાશમાં આવી છે. એક એવી ઘટના કે તેને જોતા ભલ ભલાના રૂંવાટા ઊભા થઈ જાય છે. છેલ્લા ત્રણ માસથી માસુમ પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો.

બાળકને જોતા માલૂમ પડે છે કે આખા શરીર પર ડામના નિશાન છે. હાજર લોકોએ પણ સાવકી જનેતા પર ફિટકાર વરસાવી હતી. આ માસુમને જન્મ આપનારી સગીમાંએ અન્ય સાથે લગ્ન કરી દેતા જન્મથી માતૃપ્રેમ માટે વલખા મારતો માસુમ મારિયા તેના નાનાની પાસે રહેતો હતો.

પણ થોડાક માસ પૂર્વે તેના સગા પિતા તેની સાવકી માતા પાસે લઇ ગયા હતા. જોકે સાવકી માતાને સાવકો દીકરો પસંદ ના હોવાથી તેને આ માસુમના કોમળ શરીર પર એવા સળગતા ડામ દીધા કે જેનું દર્દ મારિયા નામના બાળકે ત્રણ માસ સુધી રડતી આંખે સહન કરવો પડ્યો હતું.

જયારે તેના સગા નાના તેને મળવા ગયા ત્યારે મોઢેથી બોલી ન શકનારા આ માસુમે તેનું દર્દ તેના હાથના ઇશારાથી દાદાને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેના નાનાને માલુમ પડ્યું કે સાવકી માતાએ આની શું હાલત કરી છે.

સળગતા ડામથી ગંભીર રીતે દાઝેલ પાંચ વર્ષનું આ માસુમ બાળક હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. જયારે આ ઘટનાને લઈ તેના નાના હારુન સેલિયાએ છાપી પોલીસ મથકમાં ત્રણ સામે કાયેદસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.

You might also like