પ૭ વર્ષીય આધેડે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા ચોતરફ ફિટકાર

અમદાવાદ: રાજકોટના આજીડેમ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની માસૂમ બાળકી પર પ૭ વર્ષના આધેડે દુષ્કર્મ આચરતા ચોતરફ ફિટકારની લાગણી સાથે લોકોમાં રોષ વ્યાપ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના આજીડેમ વિસ્તારમાં ભાડાનાં મકાનમાં રહેતા અને મજૂરી કામ કરી પેટિયું રળતા પરપ્રાંતીય પરિવારની પાંચ વર્ષની કુમળી બાળકી સાંજના સુમારે પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે તેની પાડોશમાં જ રહેતો પ૭ વર્ષનો બિહારી સુુદામા ચૌધરી નામનો શખસ આ બાળકીને નાસ્તો અને પૈસા બતાવી, લલચાવી-ફોસલાવી તેના ઘેર લઇ ગયો હતો.

આ વખતે બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હતી નરાધમ બાળકીને તેના ઘરમાં લઇ ગયો તે દૃશ્ય મકાન મા‌િલક જોઇ જતા તેમને તરત જ બાળકીની માતા પાસે જઇ આ વાત કરતા બાળકીની માતા નરાધમના ઘરે દોડી ગઇ હતી. માતાએ જોતા તેની ફૂલ જેવી બાળકી પીંખાઇ રહી હતી. બૂમાબૂમ કરતા લોકો પણ દોડી આવ્યા હતા અને નરાધમની ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી.

બનાવની જાણ થતા લોકોનાં ટોળેટોળાં ભેગા થયા હતા અને ફિટકારની લાગણી ફેલાઇ હતી. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ આરોપીને ઝડપી લીધો હતો. લોકોએ આ નરાધમનું સરઘસ કાઢી કડકમાં કડક સજા આપવા માગણી કરી હતી.

You might also like