શું તમે તમારા શારિરીક સંબંધથી બોર થવા લાગ્યા છો? અપનાવો આ રીત

લગ્નના થોડાક વર્ષો વિત્યા પછી હંમેશા દરેક દંપતીઓની એક જ ફરિયાદ હોય છે શારિરીક સંબંધમાં મજા આવતી નથી. એમા પણ એક બાળક આવી જાય પછી સારિરીક સંબંધ બાંધવાનું પણ ઓછું થઇ જાય છે અને બોર લાગવા લાગે છે. જેના કારણે બંને વચ્ચે અંતર વધવા લાગે છે. ઝઘડાથી તણાવ આવે છે અને શારિરીક સંબંધ એન્જોય કરી સકતાં નથી. તો ચલો જણાવીએ અમે કેટલીક રીતો જેનાથી તમારા ફિઝીકલ રિલેશન વધુ રોમેન્ટિક બની શકશે.

1. એક સાથે બાથ લો
આ પણ એક સારો આઈડિયા છે, એકબીજાની પાસે આવવાનો. તેવામાં તમે શાવર લઈને સાથે બાથ લેતી વખતે પણ એકબીજાની નજીક આવી શકો છો. જેનાથી તમે બંને એકબીજા સાથે શારીરિક સબંધ પણ બાંધી શકો છો. જો કે, તમારા પાર્ટનર કમ્ફર્ટેબલ ફિલ ન કરે, પરંતુ તેનાથી હેરાન થાવની જરૂર નથી અને એકબીજાને એડજસ્ટ થવામાં પૂરતો ટાઈમ આપો.

2. એકબીજાને મસાજ કરો
જ્યારે પણ સમય મળે એક બીજાને મસાજ કરો. તે સિવાય, એકબીજાની પ્રસંશા કરો. સાથે જ તેમને અનુભવ કરાવો કે, તેઓ આજે પણ તેટલા જ સુંદર લાગે છે. આ એક એવી ફીલિંગ છે જે તમારા પ્રેમને પહેલા જેવો કરી શકે છે, જેનાથી તમારા બંનેનાં અંતરમાં બદલાવ લાવી શકાય છે.

3. એકસરસાઈઝ કરો
એકસરસાઈઝ કરો પોતાને ફીટ રાખવા માટે એકસરસાઈઝ એક સારો વિકલ્પ છે. કારણ કે, જો તમારી હેલ્થ ઠીક નથી અને તમે એનર્જી ફીલ કરી રહ્યા છો તો તમારા પાર્ટનરનો મૂડ ખરાબ થઇ શકે છે. તેવામાં બંને જ સાથે એકસરસાઈઝ કરી શકો છો. જો કે, આ જરૂરી નથી કે તમે ભારે વ્યાયામ કરો પરંતુ તમે બંને વોકિંગ માટે પણ સાથે જઈ શકો છો.

4. પાર્ટનરને વધારે સમય આપો
પોતાના શારીરિક સબંધને વધુ મજબૂત બનાવવા માટેનો ઉચિત ઉપાય છે કે એકબીજાને વધુને વધુ સમય આપો. સાથે જ પોતાના પાર્ટનરને સમજાવવાની કોશિશ કરો. તે સિવાય, ઓફિસથી બ્રેક લઈ લો અને પોતાના પાર્ટનરને વધારે સમય આપો. તેમની સાથે વાત કરો અને સાથે જૂના દિવસોની યાદ અપાવો. જે રીતે તમે બંને સબંધોની શરૂઆત કરી હતી અથવા તમારી પ્રેમ ભરેલી પળોને યાદ કરાવો.

5. પોતાને હંમેશા અપડેટ રાખો
સબંધમાં પ્રેમને જાળવી રાખવા માટે પોતાને હંમેશા અપડેટ રાખવી જરૂરી છે. તેના માટે તમે પોતાના કપડાથી લઈને એસેસરીઝનું પણ ધ્યાન રાખો. જેથી તમે ટ્રેન્ડી ફિલ કરો અને તમારા પાર્ટનરને પણ તમારી આ અદા ખુબ જ ગમશે.

You might also like