અરેન્જ મેરેજ કરવાનું વિચારી રહ્યા છો, જાણો કોવો હશે છોકરો……

છોકરીઓ પોતાના લગ્નને લઈ ઘણા પ્રકારના સપનાઓ જોતી હોય છે. તે પોતાના ડ્રિમબોયને કાં તો સલમાનમાં કે પછી રણબીર કપૂરમાં જોતી હોય છે, પણ જેવા તેમને લગ્ન માટે છોકરાઓ જોવા આવે છે કે તરતજ તેનો વહેમ દૂર થઈ જતો હોય છે. જાણો તેવા 5 પ્રકારના છોકરાઓ વિશે જે અરેન્જ મેરેજ ફિક્સ થવાની પહેલા છોકરીઓને જોવા આવે છે.

દહેજ લવર્સ

સૌથી પહેલા વાત કરીશુ એવા છોકરાઓની જેને છોકરી કરતા પોતાના બેક બેલેન્સ સાથે વધુ પ્રેમ હોય છે. આવા છોકરાઓના માતા-પિતા ઘરમાં પગ મુકતાની સાથે જ પહેલા પૂછે છે કે લગ્ન માટે તમારુ કેટલુ બજેટ છે. લગ્નમાં તમે શુ-શુ આપવાના છો, છોકરીની સક્ષમતા તેની સાથે આવનારા દહેજ સાથે સરખાવવામાં આવતી હોય છે.

એનઆરઆઈ છોકરાઓ
આ કંઈક એવા પ્રકારના છોકરાઓ હોય છે જેઓ રહે તો વિદેશમાં છે પણ લગ્ન માટે તેમને એકદમ ઘરેલુ છોકરી જોઈતી હોય છે. દેશી છોકરીની શોધમાં ન તો તે દેશી રહે છે ન તો સારી રીતે વિદેશી બની શેક છે.

ચેકલિસ્ટ ગુરૂ
આ લિસ્ટમાં એવા છોકરાઓ આવે છે જેને છોકરીના એજ્યુકેશન કરતા તેની રોટલીની ગોળાઈમાં વધારે ઈન્ટરેસ્ટ રાખતા હોય છે. જુદા જુદા સવાલો પૂછીને આ છોકરાઓ એ વાતનો અંદાજો લગાવવાની કોશીશ કરતા હોય છે કે છોકરી કેટલી સંસ્કારી છે.

મમ્માઝ બોય
આ પ્રકારના છોકરાઓની વાતો મમ્મી થી શરૂ થઈ મમ્મી પર પુરી થતી હોય છે. આ છોકરાઓ પોતાના દરેક કામ મમ્મીને જ પુછીને કરતા હોય છે. પછી ભલે લગ્ન નક્કી થયા બાદ છોકરી સાથે વાતો જ કેમ ન કરવી હોય. તેમની દરેક મુશ્કેલીમાં તેઓ વિચારે છે કે મમ્મી બધુ સંભાળી લેશે.

મેટ્રોમોનિયલ ગાઈઝ
આવા છોકરાઓની માતા ઘરમાં પગ મુકતાની સાથે જ છોકરાના વખાણ કરતા થાકતી નથી, આવા છોકરાઓેને પોતાના માટે ખૂબજ સંસ્કારી છોકરીની શોધ હોય છે.

You might also like