રોજ સવારે કરશો આ 5 કામ તો મળશે મેદસ્વિતાથી છુટકારો

આજના સમયમાં દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે તે ફીટ અને સ્માર્ટ રહે. આજે મોટાભાગના લોકો પોતાની ખરાબ લાઇફસ્ટાઇલના કારણેમેદસ્વિતાથી હેરાન પરેશાન છે. ઘણા પ્રકારની એક્સરસાઇઝ, ડાઇટિંગ કર્યા બાદ પણ તેમની મેદસ્વિતા ઓછી થતી નથી.

જો તમારી સાથે પણ એવું છે સતત જીમ, ડાયટિંગ કર્યા બાદ પણ વજન ઓછું થતું નથી, તો તમે રોજ સવારે આ કામ કરવાનું શરૂ કરી દો. એની કોઇ આડ અસર પણ નથી. એનાથી થોડાક જ દિવસોમાં તમને ફરક જોવા મળશે. તો ચલો જાણીએ એ કામો માટે…

કહેવાય છે કે તમારો સવારનો નાસ્તો બરોબર હોવો જોઇએ. ત્યારબાદ તમે કંઇ પણ ખાશો તો ફક પડશે નહીં. એટલા માટે તમારા નાસ્તામાં ઇંડા, સ્પ્રાઉટ, ચીઝ અથવા પનીર જેવી વસ્તુ ખાવ જેનાથી તમારું પેટ ભરેલું લાગશે. અને તમને કેટલાક કલાકો સુધી ભૂખ લાગશે નહીં.

જો તમારી સવારે દૂધ વાળી ચા પીવાની આદત છે, તે તેને છોડીને ગ્રીન ટી પીવાનું શરૂ કરી દો. એમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ તમારું મેટાબોલ્ઝમ વધારશે. જેનાથી તમારી ફેટ ઓછી થશે.

સવારે ઊઠીને ઠંડા પાણીથી ન્હાવાથી તમને ફાયદો મળશે, એનાથી તમારા શરીરનું તાપમાન અચાનક ઓછું થસે જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળશે.

સવારે ઓછામાં ઓછું 10 મિનીટ સુધી મેડિટેશન કરો. એનાથી તણાવ ઓછો થશે સાથે તમારું વજન પણ ઓછું થશે.

સવારે ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે એનાથી તમારું સરળતાથી વજન પણ ઓછું થઇ જશે.

You might also like