એક વટહુકમ પર 5 વખત હસ્તાક્ષર કરવા મામલે નારાજ થયા રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એક જ વટહુક પર સતત 5મી વખત સાઇ કરવા આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે  શત્રુ સંપત્તિ એક્ટ સુધારા બિલના વટહુકમને ફરી લાગુ કરવા સાથે રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા છે. પ્રણવે આ મામલે સરકારને જવાબદાર ગણાવ્યાં છે કે તેઓ કેમ અત્યાર સુધી તેને કાયદાના રૂપમાં અમલ કરી શક્યા નથી. રાષ્ટ્રપતિએ દેશહિતનું ધ્યાન રાખીને આ વટહુકમ પર હસ્તાક્ષર કરી દીધા છે કારણકે જાન્યુઆરીમાં તેની સાથે જોડાયેલા કેટલાક કેસ સુપ્રીમ કોર્ટમાં આવવાના છે. તેથી જ જો હસ્તાક્ષર ન થાય તો વિવાદ વધવાની શક્યતા હતી.

આ પહેલાં ઓગસ્ટમાં આ વટહુક રાષ્ટ્રતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કેબિનેટમાં તે અંગે પ્રસ્તાવ લાવ્યા વગર જ રાષ્ટ્રપતિ સમક્ષ તેને લાવવામાં આવ્યો હતો. આ મામલે પ્રણવ મુખર્જી ગુસ્સે થયા હતા. તે સમયે પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે ફરી આ રીતની ઘટના ન થવી જોઇએ. શિયાળુ સત્રમાં પણ તેને રજૂ કરવામાં આવ્યું ન હતું. આખુ સત્ર નોટબંદીના વિવાદમાં પસાર થઇ ગયું. કોઇ જ કામ ન થયું. શત્રુ સંપત્તિ એવી સંપત્તી છે. જે કોઇ શત્રુ દેશ કે પછી કોઇ ફર્મની હોય. તે સંપત્તિઓ શત્રુ સંપત્તિ કાયદા અંતર્ગત નિયુક્ત કસ્ટોડિયનની દેખરેખમાં રહે છે. વર્ષ 1965માં ભારત-પાકિસ્તાનમાં લડાઇ બાદ વર્ષ 1968માં આ કાયદાને બનાવવામાં આવ્યો હતો.

home

You might also like