બોયફ્રેન્ડને છોડવા માટેના આ છે 5 મોટા કારણો

મહિલાઓ એક વાર જો કોઇની સાથે સંબંધ જોડે છે તો તે સંબંધને અંત સુધી નિભાવવા માટે કોશિશ કરે છે. પરંતુ કોઇ મહિલા સંબંધ પૂરો કરવા પહેલ કરી રહી છે તો તમે માનો કે ના માનો તેની પાછળ કોઇ ગંભીર કારણ હશે. જોકે અપવાદ બધી જગ્યાએ હોય છે અને તેને નજરઅંદાજ કરી ન શકાય. પરંતુ તેમ છતાં મહિલાઓ સંબંધોને લઇને પુરુષોની સરખામણીમાં વધારે સંવેદનશીલ હોય છે.

જો તમે કોઇની સાથે રિલેશનશિપમાં છો અને આ સંબંધને એક સ્ટેપ આગળ લઇ જવા માંગો છો પરંતુ મનોમન કોઇ ડર હોય તો એક વાર ફરીથી વિચારજો.વિચારો કે જે છોકરાને તમે જીવનસાથી બનાવવા માંગો છો તે તમારો જીવનભર સાથ નિભાવી શકશે કે નહીં. તેમ છતાં તમને કોઇ રસ્તો ના મળે તો એકવાર તેની આદતો ઉપર ધ્યાન રાખો અને જો તમારા બોયફ્રેન્ડમાં આ 5 આદતો દેખાય તો સારું રહેશે તમે તેને અત્યારે ને અત્યારે જ છોડી દો.

1. શું તેણે તમને આ દરમિયાન કોઇ દિવસ દગો આપ્યો છે? શું તેણે તમારાથી કોઇ વાત છુપાવી છે? જો આમ કરવું તેની આદત છે તો તરત તેને બાય-બાય કરી દો.

2.શું તે હંમેશા ફિઝીકલ રહેવાની વાત કરે છે? જો જવાબ હા હોય તો સમજી લો કે આ લસ્ટ છે લવ નહી.

3.શું તમે તમારા પુરૂષ મિત્રોની વાત કરો છો તો તેનો મૂડ ખરાબ થઇ જાય છે? મૂડ ખરાબ થઇ જતો હોય તો સમજી લેજો તમારાં બે વચ્ચે રિલેનશિપ તો છે પરંતુ તેમાં વિશ્વાસ નથી.

4. શું તેના માટે પોતાની ભાવનાઓ, પોતાનો પરિવાર, પોતાનું કામ જ સર્વસ્વ છે? શું તે તમારા માટે એટલો સંવેદનશીલ નથી જેટલો તેની જાત માટે છે. જો જવા બ હા હોય તો સારું રહેશે કે તમે પોતાને તેનાથી અલગ કરી દો.

શું તમે હજુ તેને સમજવાની કોશિશ કરી રહ્યો છો. કેમ કે વારે વારે બદલાઇ જાય છે.

You might also like