લગ્ન બાદ પણ મહિલાઓ કેમ પરપુરૂષ સાથે કરે છે Affair, જાણો આ છે 5 કારણ….

કોઇ પણ સંબંધને વધુ મજબૂત બનાવી રાખવા માટે તેઓની અંદર પ્રેમ અને વિશ્વાસ હોવો ખાસ જરૂરી છે. પરંતુ કેટલીક વાર આપે જોયું હશે કે વર્ષો જૂના સંબંધ હોવા છતાં ક્યારેક કોઇ ત્રીજી વ્યક્તિની જરૂરિયાતનો અહેસાસ જરૂરથી થાય છે. આખરે અચાનક આવું કેમ થાય છે કે મહિલાઓ પોતાનાં પાર્ટનરને એટલે કે પતિને છોડીને પરપુરૂષ તરફ આકર્ષિત થાય છે. તો આવો જાણીએ તેને લગતા મહત્વનાં 5 કારણોઃ

ભૂતકાળઃ
કોઇ પણ મહિલા અન્ય પુરૂષ તરફ ત્યારે જ આકર્ષાય છે કે જ્યારે તેનાં લગ્ન કોઇ અન્ય પુરૂષ સાથે તેની મરજી વિરૂદ્ધ કરાવવામાં આવી હોય. એવામાં મહિલા પોતાનાં પહેલા પ્રેમને ભૂલી નથી શકતી અને પોતાનાં ભૂતકાળ તરફ વધુ લાગણી મહેસૂસ કરતી હોય છે.

લગ્નથી બોર થઇ ગઇ હોયઃ
પોતાનાં પતિ તરફથી પ્રેમ અને સમયની જ્યારે ઉણપ વર્તાતી હોય ત્યારે પણ મહિલાઓ પોતાનાં પતિ સાથેનાં સંબંધને લઇને નાખુશ થઇ જાય છે. જે કારણોસર જ્યારે કોઇ અન્ય પુરૂષ તેને અટેંશન આપવા લાગે છે ત્યારે તે મહિલા તે પરપુરૂષ પ્રત્યે આકર્ષિત થવા લાગે છે. જે કારણોસર અવૈદ્ય પ્રેમ સંબંધ બનવા લાગે છે.

ભાવનાત્મક અકેલાપનઃ
કોઇ પણ સંબંધની મજબૂતી તેનાં ભાવનાત્મક પહેલૂ પર નિર્ભર કરે છે. જો કોઇ પતિ પોતાની પત્નીને જરૂરીયાતનો સમય ના આપી શકે અથવા તો પત્ની સાથે બરાબર સમય નીકાળીને વાતચીત પણ ના કરી શકે તો તેનો અર્થ એવો થાય છે કે સંબંધોમાં કોઇ પણ પ્રકારનું ભાવનાત્મક જોડાણ નથી તો તેવા સંબંધોમાં કોઇ અન્ય સાથે અફેર થાય તે તો સ્વાભાવિક છે.

બદલોઃ
કેટલીક વાર મહિલાઓ પોતાનાં પાર્ટનર દ્વારા મળતા અનાદર એટલે કે અપમાનનો બદલો લેવા પણ મહિલાઓ ક્યારેક અન્ય પુરૂષો સાથે અફેર કરતી હોય છે. આ બદલો તે પોતાનાં પતિને એવું જતાવવા માટે લેતી હોય છે કે હંમેશા કોઇને દબાવમાં રાખવાથી કેવું લાગે છે.

જરૂરિયાતઃ
કેટલીક વાર મહિલાઓ એટલાં માટે પણ અન્ય છોકરાઓ સાથે અફેર કરતી હોય છે કે જ્યારે તેઓનાં પાર્ટનર તેઓની માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતોની સાથે-સાથે તેઓની શારિરીક જરૂરિયાતોનું પણ જરૂરી રીતે બરાબર ધ્યાન ના રાખી શકતા હોય.

You might also like