ભારતમાં જ એવા સ્થળો છે, જ્યાં ભારતીયોને જ ‘No Entry’ છે, વિદેશીઓને નહીં

તમને ખ્યાલ જ હશે કે ભારતમાં બ્રિટિશનું શાસન હતું, ત્યારે એવી ઘણી જગ્યાઓ હતી, જ્યાં બ્રિટિશરો ભારતના લોકોને આવા દેતા હતા નહીં અને ત્યાં ‘ડૉગ્સ એન્ડ ઈન્ડિયન્સ આર નૉટ અલાઉડ’ નું બોર્ડ લગાવવામાં આવતું હતું.

જો કે હવે ભારતમાં બ્રિટિશરોનું શાસન રહ્યું નથી, તેમ છતાં ભારતમાં એવી ઘણી હોટલો અને દરિયાકિનારાના બીચ છે, જ્યાં ભારતીયોને પ્રવેશ આપવામા આવતો નથી. તો, આવો ભારતના આવા 5 સ્થળો વિશે જાણીએ.

1) હોટલ યુનો ઈન, બેંગ્લુરુ
આ હોટલ 2012માં માત્ર જાપાની લોકો માટે જ શરૂ કરવામાં આવી હતી. આ હોટલના પરિસરમાં પણ ભારતીયોને પ્રવેશની અનુમતિ નથી. 2014માં બેંગ્લુરુ સિટી કૉર્પોરેશને હોટલને સીલ કરી દીધી હતી.

2) ફોરેનર્સ ઓનલી બીચ, ગોવા
દરિયાકિનારાના કારણે ગોવાને લોકો ખૂબ પસંદ કરે છે. જો કે ગોવામાં ઘણા બધા બીચ વચ્ચે એક એવો બીચ છે, જ્યાં ભારતીયોને પ્રવેશ કરવાની મનાઈ છે.

3) નબાવી હોટલ, ચૈન્નઈ
ચૈન્નઈમાં નબાવી નામની હોટલમાં ભારતીયોને રોકાવાની પરમિશન નથી. આ હોટલની જગ્યાએ પહેલા કોઈ નવાબની હવેલી હતી, પરંતુ હવે આ જગ્યાએ હોટલ બનાવવામાં આવી છે. આ હોટલમાં ભારતીયોને રૂમ આપવામા આવતી નથી. આ હોટલમાં રોકાવા માટે તમારી પાસે વિદેશી પાસપોર્ટ હોવો જરૂરી છે.

4) ફ્રી કૈજોલ કેફે, હિમાચલપ્રદેશ
હિમાચલ પ્રદેશ પોતાની સુંદર ઘાટીઓ માટે જાણીતું છે. હિમાચલમાં ભારતીયોની સાથે સાથે વિદેશી સહેલાણીઓ પણ એટલા જ આવે છે. આ કેફેમાં કોઈપણ ઈન્ડિયનના આવવા પર પ્રતિબંધ છે. અહીંયા પણ પ્રવાસીઓનો પાસપોર્ટ જોવામાં આવે છે.

5) ફોરેનર્સ બીચ, પૉંડિચેરી
પૉંડિચેરીમાં પણ ગોવાની જેમ જ એક બીચ છે, જ્યાં ભારતીયોના આવવા પર પ્રતિબંધ છે. આ બીચ પર પણ વિદેશી પ્રવાસીઓને જ આવવા દેવામાં આવે છે.

You might also like