વસ્ત્રાપુરમાં PG ના 5 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક બનાવાયો તેના કારણે દારૂ મળતો બંધ થઈ ગયો હોવાના દાવા પોકળ સાબિત થયા છે. આ દાવાના ધજિયા ઉડે તેવી ઘટનામાં અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા કેશવબાગમાંથી પાંચ નબિરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે કેશવબાગ પાસે આવેલા મયુર ફ્લેટમાંથી દારૂ પિતા 5 યુવકોને ગઈ કાલે રાત્રે વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા હતા. ગઈ કાલે મોડી રાત્રે મયુર ફ્લેટના એક ઘરમાંથી જોર જોરથી અવાજો આવી રહ્યા હતા તેના કારણે ફ્લેટના અન્ય લોકો પરેશાન થઈ ગયા હતા.

ફ્લેટના લોકોએ બારણું ખખડાવીને તેમનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પણ કોઈ જવાબ ના મળતાં છેવટે લોકોએ પોલીસ કંટ્રોલ રૂમ મા જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે આવીને તાપસ કરતા ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકો પાર્ટી કરી રહ્યા હોવાની ખબર પડી હતી. પોલીસ અંદર જઈને તપાસ કરતાં ફ્લેટમાં ભાડે રહેતા 5 યુવકો નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા. આ પાંચેય યુવકો દારૂના નશામાં મોટે મોટેથી બૂમો પાડતા હતા અને મ્યુઝિક પણ જોરથી વગાડતા હતા. દારૂના નશામાં ચૂર યુવકોને બહાર શું ચાલે છે તેનું પણ ભાન નહોતું.

સૂત્રો દ્વારા પ્રાપ્ત મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુર પોલીસના પીએસઓએ આ માહિતીને છુપાવી હતી. જ્યારે મીડિયા દ્વારા આ બાબત પોલીસને પૂછવામાં આવી હતી ત્યારે પોલીસે ગેરવર્તણૂક કરી હતી. જેથી આ દારૂ મહેફિલ કેસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા નજરે જોવા મળે છે અને પોલીસ દ્વારા કેસને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળે છે.

visit: http://sambhaavnews.com/

You might also like