માર્ગ અકસ્માતોમાં પાંચ યુવાનનાં મોતઃ ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા માર્ગ અકસ્માતોના બનાવમાં પાંચ યુવાનનાં મોત અને ચાર જણાને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે અકસ્માતના ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે સાંથલ નજીક પાલજ-દેલોલી રોડ પર પુરઝડપે પસાર થઈ રહેલી એક કારે બાઈકચાલકને અડફેટે લેતાં બાઈકચાલક ચિરાગનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું.

અકસ્માત સર્જી કારચાલક બેચરાજી તરફ નાસી છૂટ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં મહેસાણા નજીક વળસમા રોડ પર વણજારાના છાપરા નજીકથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહને પણ એક રાહદારીને અડફેટે લેતાં તેનું પણ ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું.

અા ઉપરાંત વેરાવળ નજીક સુપાસી ચોકડી પાસે એસટી બસ અને છકડો ‌િરક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ‌િરક્ષાચાલક સહિત બેનાં મોત થયાં હતાં ત્યારે ચારને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ હળવદ રોડ પર કોયલા ગામ પાસે કાર પલટી જતાં રાજેશ ત્રિવેદી નામના યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like