કેબિનેટ કક્ષાના નવમાંથી પાંચ પ્રધાનો પાટીદાર

આજે રાજ્યના નવનિર્મિત પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનોની પસંદગીમાં પાટીદારોનાે દબદબો યથાવત્ રહ્યો છે. નાયબ મુખ્યપ્રધાન ની‌િતન પટેલ સહિત કૌ‌િશક પટેલ, આર.સી. ફળદુ અને સૌરભ પટેલ તથા જયેશ રાદડિયા સહિત પાંચ પ્રધાનોને સમાવાયા છે.

આદિવાસી-ઠાકોર અને ઓબીસી સમાજને પણ પ્રભુત્વ અપાયું છે. બારડોલીના ઇશ્વર પરમાર કેબિનેટ કક્ષામાં નવો ચહેરો છે, જ્યારે કુલ ૮ કેબિનેટ કક્ષાના પ્રધાનો પૈકી જયેશ રાદડિયા, ગણપત વસાવા, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને દિલીપ ઠાકોર ‌રિપીટ કરાયા છે. પૂર્વ કેબિનેટ પ્રધાન કૌશિક પટેલને  લાંબા સમય બાદ સરકારમાં સ્થાન મળ્યું છે.

જ્યારે રાજ્ય કક્ષાના દશ પ્રધાનોમાં એક પાટીદારને સ્થાન મળ્યું છે. રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કુમાર કાનાણીનો સમાવેશ કરાયો છે.

You might also like