આ છે એવા 5 જોરદાર હેકર્સ, જેમનાથી NASA પણ ડરે છે, કરોડપતિઓને કંગાળ પણ કર્યા છે

કોમ્પ્યૂટરના આવ્યા પછી માણસની જીંદગી જ બદલાઈ ગઈ છે. માણસનું જાણે અડધું કામ ઓછું થઈ ગયું છે. વ્યક્તિ બીજા વ્યક્તિની વધુ નજીક આવી ગયો છે. માત્ર આંગળીના આધારે કોમ્પ્યૂટર પરથી અનેક કામ કરી શકાય છે. જો કે કોમ્પ્યૂટરનું એક વરવું પાસું છે હેકિંગ. જેના કારણે અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓ, રક્ષા મંત્રાલયો, દેશો અને સંસ્થાઓ પરેશાન થઈ ચૂકેલ છે. આજે અમે તમને એવા પાંચ હેકર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમનાથી NASA પણ પરેશાન થઈ ચૂક્યું છે.

Hacker-11જોનાથન જેમ્સ – નાસા પણ છે પરેશાન
જોનાથને એવું કામ કર્યું હતું, જેના કારણે વૈજ્ઞાનિક સંસ્થા નાસા પણ પરેશાન થઈ ગયું છે. જોનાથને અમેરિકાની સરકારના ડેટાબેઝને હેક કરી નાસા અંતરિક્ષ સ્ટેશનના ઑપરેશનની તમામ જાણકારી હેક કરી લીધી હતી. જેના બાદ નાસાએ પોતાનું નેટવર્ક 3 અઠવાડિયા સુધી બંધ રાખવું પડ્યું હતું. બાદમાં તે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો. જેમ્સે આખરે આરોપો નકાર્યા હતા અને આત્મહત્યા કરી લીધી હતી.

Hacker-13રિયાન કૉલિન્સ – મોબાઈલ હેક કરવામાં સૌથી વધુ માહેર
રિયાન કૉલિન્સને સૌથી ખતરનાક હેકર માનવામાં આવે છે. રિયાને જેનિફર લોરેન્સથી લઈને કેટ અપટનની ન્યૂડ ફોટો લીક કરી હતી, જેના માટે તેને સજા પણ થઈ હતી. મોબાઈલથી પ્રાઈવેટ ફોટો, મેસેજ અને વીડિયો હેક કરવામાં તે માહેર છે. તે આઈફોન અને ગૂગલના પાસવર્ડને આસાનીથી હેક કરી લે છે.

Hacker-15અલબર્ટ ગોંઝાલિઝ – કરોડપતિઓને કંગાળ બનાવી દીધા
આ એક એવો હેકર છે, જેણે કરોડો લોકોને કંગાળ બનાવી દીધા છે. ગોંઝાલિઝ પાસે 17 કરોડ લોકોના ક્રેડિટ કાર્ડની ડિટેલ હતી, જેને વેચીને તેણે કરોડો રૂપિયાની કમાણી કરી છે. તે નકલી પાસપોર્ટ, હેલ્થ ઈન્સ્યોરન્સ કાર્ડ અને બર્થ સર્ટીફિકેટ પણ બનાવવામાં માહેર હતો. જેના માટે તેને 20-20 વર્ષની સજા કરવામાં આવી છે. આ બંને સજા એકસાથે જ ચાલી રહી છે.

Hacker-16કેવિન મિટનિ- જેના પર હૉલિવૂડમાં ફિલ્મ પણ બની છે
કેવિન મિટનિકને અમેરિકાનો સૌથી ખતરનાક સાયબર ક્રિમિનલ માનવામાં આવે છે. તે મોટા મોટા સિક્રેટ પ્રોજેક્ટને હેક કરવામાં માસ્ટર છે. કેવિને અમેરિકાની નેશનલ સિક્યોરિટી એલર્ટ પ્રોગ્રામમાં પણ સેંધ પાડી હતી અને સિક્રેટ ફાઈલ જાણી લીધી હતી. જેના માટે તેને 25 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. જો કે બાદમાં તે કન્સલ્ટન્ટ બની ગયો અને હવે તે સાયબર સિક્યોરિટીની દિશામાં કામ કરી રહ્યો છે. કેવિન પર બે હૉલિવૂડ ફિલ્મો પણ બની છે.

Hacker-17

 

કેવિને એક રેડિયો સ્ટેશનની સિસ્ટમ હેક કરી લીધી હતી અને એક શૉ જીતી લીધો હતો. શૉ જીત્યા બાદ તેને પોર્શ કાર ગિફ્ટમાં મળી હતી. જેના બાદ એફબીઆઈની નજર તેના પર પડી હતી. જો કે બાદમાં તેણે FBIને પણ છોડી નથી અને તેની સિસ્ટમ પણ હેક કરી લીધી હતી. બાદમાં તેને 51 અઠવાડિયાની સજા આપવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી તે પત્રકાર બની ગયો અને અમેરિકન પોલીસને મદદ કરી રહ્યો છે.

You might also like