કડીમાં પતિ,પુત્રી અને બે ભાણીયા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું

કડી : થોળ રોડ પર આવેલી નર્મદા કેનાલમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોએ ઝંપલાવીને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. થોળ રોડ પર આવેલા સિંધવાઇ માતાજીનાં મંદિર પાસે આવેલી કેનાલમાં આ પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. વાવા તાલુકાના માખીજા ગામના ધર્મીબેન ભૂરાભાઇ ચૌધરીએ પોતાની બે પુત્રીઓ પાર્વતી બેન ચૌધરી, હરીબેન ચૌધરી, પાર્વતી બેનનાં બે સંતાનો જેમાં ચાર માસનો દિકરો અને અઢીવર્ષની દીકરી તથા પતિ ભુરાભાઇ ચૌધરીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું.

જો કે પતિ ભુરાભાઇ તરવાનું જાણતા હોઇ બચીને કિનારે નિકળી ગયા હતા. પરિવારના અન્ય સભ્યો ડુબી જવાનાં કારણે મરણને શરણ થયા હતા. આ ઘટના અંગે જાણ થતા તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટના સ્થળે આવેલી ફાયર ટીમે બે બાળકો સહિત ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા.

જેમાં 2 બાળકો કડીના ડાંગરવા ગામ પાસેથી મળી આવ્યા હતા. જ્યારે હજી પણ બે સભ્યોની શોધખોળ ચાલી રહી છે. જો કે આટલા મોટા પ્રમાણમાં સામુહિક આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.

You might also like