રાષ્ટ્રપતિ રેસના દાવેદાર છે આ નેતાઓ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ જૂલાઇ 2017ના રોજ સમાપ્ત થાય છે. ત્યારે નવા રાષ્ટ્રપતિ તરીકે કોને નિમવા તે અંગે હાલ નામોની પસંદગી ચાલી રહી છે. ભારતના આ સૌથી પ્રતિષ્ઠિત પદ માટે અનેક નેતાઓના નામ સામે આવ્યાં છે. રાષ્ટ્રપતિ પદની રેસમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીનુ નામ સૌથી આગળ છે. રાષ્ટ્રપતિ પદની તમામ યોગ્યતા અડવાણીમાં છે.

શિવસેના નેતા સંજય રાઉતે રાષ્ટ્રપતિ પદ માટે મોહન ભાગવતનું નામ આપ્યું છે. આરએસએસ પ્રમુખ હોવા સાથે મોહનભાગવતની છબી પણ ખૂબ જ સારી છે. જોકે ઇતિહાસમાં સંધના પ્રમુખે ક્યારે પણ રાજનીતિમાં મોટુ પદ નથી સંભાળ્યું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ આગામી રાષ્ટ્રપતિની રેસમાં છે. તેમણે વિદેશ મંત્રી તરીકે ઉમદા કામગીરી કરી છે. જોકે લાલકૃષ્ણ અડવાણી આ રેસમાં હોશે તો તે પોતાનું નામ પરત લઇ શકે છે.

એપ્રિલ 2016માં અમર સિંહે પણ એક ઇન્ટરવ્યૂમાં પીએમ  મોદી અમિતાભ બચ્ચનને આગામી રાષ્ટ્રપતિ બનાવી શકે છે તેમ જણાવ્યું હતું. ત્યારથી એવી અટકણોએ જોર પકડ્યું હતું. જોકે આ રીતના અનેક વિવાદોથી અમિતાભ બચ્ચન ઘેરાયેલા રહે છે. આ રેસમાં કેબિનેટ મંત્રી વૈક્યા નાયડૂનું નામ પણ શામેલ છે. મોદીની હામા હા મિલાવનાર વૈક્યા નાયડૂ જો કોઇ કારણ સર રાષ્ટ્રપતિ ન બની શકે તો તેની પાછળ અન્ય મોટા માથા જવાબદાર હોઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like