પંજાબમાં કેપ્ટન અમરિંદર સરકારે ખેડૂતોનું દેવુ માફ કર્યું

ચંડીગઢ : વિધાનસભા ચૂંટણી દરમિયાન મોટા વાયદા કરીને સત્તામાં આવેલી કેપ્ટન અમરિંદર સરકારે અંતે ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. પંજાબ સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુસાર 5 એકર સુધી જમીન ધરાવતા ખેડૂતોની તમામ લોન માફ કરવામાં આવશે. ઉપરાંત કુલ 10.25 લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે. સાડા 10 લાખ ગરીબ ખેડૂતોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે.

જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમને પણ આર્થિક મદદ આપવામાં આવશે. વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે જે ખેડૂતોને ફ્રી વિજળી મળે છે તેમની વિજળી ચાલુ રહેશે તથા વિજળી પાંચ રૂપિયા પ્રતિ યૂનિટ જ રહેશે. તેમણે કહ્યું કે પંજાબમાં એક હોર્ટિકલ્ચર યૂનિવર્સિટીની સ્થાપના થશે જેનું નામ એમ.એસ રંધાવા હોર્ટિકલ્ચર યૂનિવર્સિટી રાખવામાં આવશે.

You might also like