કન્હૈયાની જીભ કાપવા બદલ ઇનામની જાહેરાત કરનાર નેતા સસ્પેંડ

નવી દિલ્હી: જેએનયૂમાં દેશવિરોધી નારેબાજીના આરોપોમાં ધરપકડ કરાયેલા જેએનયૂએસયૂ અધ્યક્ષ કન્હૈયા કુમારને જામીન મળ્યા બાદ પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેના ભાષણથી નારાજ ભારતીય જનતા યુવા મોરચાના એક નેતાએ ઝેર ઓંકતા કહ્યું કે કન્હૈયાની જીભ કાપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપશે.

બીજેવાયએમના બદાયૂ જિલ્લાધ્યક્ષ કુલદીપ વાર્ષ્ણેયે કન્હૈયા કુમાર પર સખત નારાજગી વ્યક્ત કરી. તેમણે વિચિત્ર જાહેરાત કરતાં કહ્યું કે કન્હૈયાની જીભ કાપીને લાવનારને પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશવિરોધી અને આતંકવાદી અફજલ ગુરૂનો સાથ આપવાના નારા બાદ કન્હૈયા દરેક જણ પર પ્રહાર કરી રહ્યો છે. મામલો આગળ વધતાં ભાજપે કુલદીપ વાર્ષ્ણેયને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.

છ મહિનાના વચગાળાના શરતી જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવેલા કન્હૈયાને જેએનયૂમાં સાર્વજનિક ભાષણ આપ્યું. ત્યારબાદ તેણે મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપ્યું. આ દરમિયાન પીએમ મોદી, ભાજપ સરકાર, આરએસએસ અને એબીવીપી કન્હૈયાના નિશાના પર રહ્યા. તેણે કહ્યું કે જેએનયૂનો મામલો આરએસએસના ઇશારે ઘડવામાં આવેલું કાવતરું હતો.

You might also like