ગુજરાતનાં 5 ઐતિહાસિક સ્થળો, જેને જોવાં ઊમટે છે અનેક સહેલાણીઓ

1. સીદી સૈયદ મસ્જિદઃ
અમદાવાદની બરાબર વચ્ચે લાલદરવાજા પાસે બનેલ મસ્જિદ ભારતીય-અરબી નક્શીકામનો સૌથી ઉત્તમ નમૂનો છે. આની દીવાલો પર માર્બલ લગાવાયેલ છે. મસ્જિદની પશ્ચિમ તરફની બારીઓમાં અનેક જાળીઓ લગાવેલ છે. કુલ આઠ જાળીઓ સાથે આ મસ્જિદને બનાવેલ છે. આ જાળીઓ પર પથ્થરથી ખોદકામ સાથે ઝાડ બનાવેલ છે કે જે ખૂબ જ સુંદર અને મસ્જિદને સૌથી વધુ આકર્ષક બનાવે છે.

SIDI-S-JAKLI-Final

2. લોથલઃ
લોથલ પ્રાચીન સિંધુ ઘાટી સભ્યતાનાં શહેરોમાં એક મહત્વપૂર્ણ શહેર છે. લગભગ ઇસ.પૂ.2400 જૂનું આ શહેર ભારતનાં ગુજરાતનાં ભાલ ક્ષેત્રમાં સ્થિત છે અને આની શોધ ઇ.સ.1954માં થઇ હતી. લોથલ અમદાવાદ જિલ્લામાં ‘ભોગાવો નદી’નાં કિનારે ‘સરગવાલા’ નામનાં ગામની નજીક આવેલ છે. અહીં અનેક જૂનાં અવશેષો અને નક્શીકામ કરેલ અનેક ચીજવસ્તુઓ પણ આવેલ છે.
2-lothal

3. રાણીની વાવઃ
રાણીની વાવ એ ભારતનાં ગુજરાતમાં આવેલ પાટણમાં સ્થિત પ્રસિદ્ધ વાવ(અનેક સીડીઓથી રચિત કુવો) છે. 22 જૂન,2014એ આ જગ્યાને યૂનેસ્કોનાં વિશ્વ વિરાસત સ્થળમાં સમાવેશ કરવામાં આવેલ છે. વાવનાં થાંભલા સોલંકી વંશ અને એની વાસ્તુકલાનાં ચમત્કારિક સમયમાં લગાવાયેલ છે. રાણીની આ વાવને ‘રાણકી વાવ’ તરીકે પણ ઓળખાય છે. આ વાવની દીવાલો અને થાંભલાઓ પર નક્શીકામ, રામ, વામન. મહિષાસુરમર્દિની, કલ્કિ વગેરે જેવાં અવતારોનાં જુદાં-જુદાં રૂપમાં ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
3-rani-vav

4. ધોળાવીરાઃ
ગુજરાતમાં કચ્છ પ્રદેશનાં ઉત્તરીય વિભાગ ખડીરમાં ધોળાવીરા ગામ પાસે 5 હજાર વર્ષ પહેલાં વિશ્વનું આ સૌથી પ્રાચીન મહાનગર હતું. એ સમયમાં લગભગ 50,000 લોકો અહીં રહેતાં હતાં. હડપ્પા સંસ્કૃતિનાં આ નગરની જાણકારી 1960માં થઇ અને 1990સુધી આનું ખોદકામ ચાલુ હતું. હડપ્પા, મોહેં-જો-દડો, રાખીગઢ, ધોળાવીરા તથા લોથલ આ છ જૂનાં મહાનગર પુરાતન સંસ્કૃતિનાં નગરો છે. જેમાં ધોળાવીરા અને લોથલ ભારતમાં જ સ્થિત છે.
4-Dholavira

5. સાબરમતી આશ્રમઃ
સાબરમતી આશ્રમ ભારતનાં ગુજરાત રાજ્યનાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીનાં કિનારે આવેલ છે. સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ઇ.સ. 1917માં અમદાવાદનાં કોચરબ નામે મહાત્મા ગાંધી દ્વારા થઇ હતી. અહીં અનેક પ્રકારનાં વીવીઆઇપી નેતાઓ પણ મુલાકાત લઇ ચૂકેલ છે.
5-Asharm

You might also like