જાણો, આ પાંચ બાબતોનો પુરૂષોને લાગે છે ડર..

એવું માનવામાં આવે છે કે પુરૂષો હિંમતવાન હોય છે. તેમને ક્યારે પણ કોઇ પણ વસ્તુનો ડર નથી લાગતો, પરંતુ તમને એ વાત જાણીને નવાઇ લાગશે કે એવી અનેક બાબતો છે કે જેનાથી પુરૂષો સ્ત્રીઓ કરતા પણ વધારે ડરે છે. પુરૂષોને સૌથી વધારે ચિંતા નપુંસકતા અંગે હોય છે. આ સાથે જ પુરૂષોને આ વાતનો પણ સતત ડર રહે છે કે તેઓ પોતાના પાર્ટનરને સંતોષ આવી શકે છે નહીં.

ભલે પુરૂષો એ વાત માને કે ન માને પરંતુ ઘરડા થવાનું સૌથી વધારે દુઃખ સ્ત્રીઓ કરતા પુરૂષોને વધારે હોય છે. જો તેમના ચહેરા પર વૃદ્ધાઅવસ્થાની નિશાની દેખાવા લાગે છે. તે તેઓ જલ્દી ગભરાઇ જાય છે. પુરૂષોને સતત એ વાતનો પણ ડર રહે છે કે તે પોતાની પત્ની અને બાળકોની બરોબર દેખરેખ રાખી શકે છે કે નહીં. જો પત્નીની કોઇ ઇચ્છા તે પૂરી ન કરી શકે તો પણ તે પોતાની જાતને દોષિત ગણે છે.

માથામાંથી વાળ ખરવા લાગે તો પુરૂષોને એ વાતનો ડર રહે છે કે ક્યાંક તેમના વાળ જતા રહેશે તો તેમની સુંદરતા ઓછી થઇ જશે. વૃદ્ધાઅવસ્થા દરમ્યાન બીજા પર નિર્ભર રહેવાનો ડર પણ પુરૂષોને લાગે છે કારણકે તેઓ આખી જીંદગી સ્વતંત્ર રીતે જીવ્યા હોય છે.

http://sambhaavnews.com/

You might also like