એવા 5 એમ્પાયર્સ, જે ક્રિકેટરો કરતા પણ વધુ કમાય છે!

ક્રિકેટની રમતમાં અમ્પાયરનો રોલ કેટલો મહત્ત્વનો છે એ બધા જાણે છે. તેમની એક આંગળી ઊઠતાં જ કરોડો ચાહકોનાં દિલ તૂટી જાય છે. જો કોઈ અમ્પાયર કોઈ ખેલાડીનો ખોટો આઉટ આપી દે તો એ અમ્પાયરની ચાહકો જોરદાર ટીકાઓ પણ કરે છે. ખેલાડીઓને વાર્ષિક અને એક મેચ રમવાની કેટલી સેલરી મળે છે એની ચર્ચા તો ઘણી વાર થઈ ચૂકી છે, પરંતુ વન ડેમાં ૧૦૦ ઓવર અને ટેસ્ટની પ્રતિ દિવસની ૯૦ ઓવર મેદાનમાં વિતાવનારા, એક-એક બોલ પર બારીકાઈથી નજર રાખનારા અને ખેલાડીઓના આઉટ થવા અને ન થવા અંગેનો નિર્ણય આપનારા અમ્પાયરની સેલરી કેટલી હોય છે એ તમે નહીં જાણતા હો.

1) મોરિસ ઈરાસ્મસ
દક્ષિણ આફ્રિકાના ૫૧ વર્ષીય અમ્પાયર મોરિસ ઇરાસ્મસ અત્યાર સુધીમાં ૩૦ ટેસ્ટ, ૬૨ વન ડે અને ૨૦ ટી-૨૦ મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. બહુ જ મશહૂર હોવાની સાથે સાથે તેઓ ઘણા અમીર પણ છે. તેમને વર્ષના ૨૨.૭૫ લાખ રૂપિયા સેલરી મળે છે. આ ઉપરાંત ૧.૯૫ લાખ રૂપિયા ટેસ્ટ ફી પણ મળે છે. તેઓ ૨૦૦૬થી અમ્પાયરિંગ કરી રહ્યા છે.

2) કુમાર ધર્મસેના
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને આઇસીસીની એલિટ પેનલમાં સામેલ કુમાર ધર્મસેના વર્ષ ૨૦૦૯થી અમ્પાયરિંગ કરી રહ્યા છે. તેઓ લોકપ્રિય હોવાની સાથે સાથે તેમની ગણતરી ધનવાન અમ્પાયરોમાં થાય છે. કુમાર ધર્મસેનાને વાર્ષિક ૨૨.૭૫ લાખ રૂપિયા સેલરી મળે છે. તેઓ અત્યાર સુધીમાં ૬૫ વન ડે, ૩૦ ટેસ્ટ અને ૧૭ ટી-૨૦ મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે.

3) નિગેલ
૨૦૦૫થી અમ્પાયરિંગ કરી રહ્યા છે. નિગેલને ૨૯.૨૫ લાખ રૂપિયા સેલેરી મળે છે. તેમણે ૨૯ ટેસ્ટ, ૯૩ વન ડે અને ૨૪ ટી-૨૦ મેચમાં અમ્પાયરિંગનો અનુભવ છે. તેઓ ઈંગ્લેન્ડના છે.

4) બ્રૂસ ઑકસનફોર્ડ
ઓસ્ટ્રેલિયાના બ્રૂસ ઓક્સનફોર્ડે પોતાની અમ્પાયરિંગ કરિયર વર્ષ ૨૦૦૧માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી શરૂ કરી હતી, પરંતુ પહેલી વાર આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં તેમણે ૨૦૦૮ અને ટેસ્ટમાં ૨૦૧૦માં અમ્પાયરિંગ શરૂ કર્યું. બ્રૂસની વાર્ષિક સેલરી ૨૨.૭૫ લાખ રૂપિયા છે. તેમને પ્રતિ ટેસ્ટ મેચ ૧.૯૫ લાખ રૂપિયા અને વન ડેના ૧.૪૩ લાખ રૂપિયા મળે છે, જ્યારે એક ટી-૨૦ મેચમાં અમ્પાયરિંગ કરવાના તેમને ૬૫,૦૦૦ રૂપિયા મળે છે.

5) બિલી બાઉડેન
ન્યૂઝીલેન્ડના બિલી બાઉડેનને અત્યાર સુધીમાં ૧૯૫ વન ડે, ૮૪ ટેસ્ટ મેચ અને ૨૧ ટી-૨૦ મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. વાર્ષિક સેલરી ૨૯.૨૫ લાખ રૂપિયા છે. પ્રતિ ટેસ્ટ મેચ ફી ૧.૯૫ લાખ, વન ડેની ૧.૪૩ લાખ છે, ટી-૨૦ મેચમાં અમ્પાયરિંગ કરવા માટે તેઓ રૂ.૬૫,૦૦૦ લે છે.

You might also like