માર્ગ અકસ્માતમાં બે મિત્રો સહિત પાંચનાં મોતઃ પાંચ વ્યક્તિ ગંભીર

અમદાવાદ: લીંબડી, ઉમરગામ અને રાજપીપળા નજીક હાઇ વે પર બનેલી માર્ગ અકસ્માતના બનાવોમાં પાંચ વ્યકિતનાં મોત થયાં હતાં. જ્યારે પાંચને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે લીંબડી નજીકના અંકેવાડિયા ગામના રહીશ બે જીગરજાન મિત્રો રાજેન્દ્રસિંહ ઘનશ્યામભાઇ કારડિયા અને ભરતભાઇ દલસુખભાઇ પટેલ બંને જણાં કોઇ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા વઢવાણ જઇ રહ્યા હતા ત્યારે નાના કેરાળા પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતાં  બંને મિત્રો નદીમાં ખાબકતાં બંનેનાં મોત થયાં હતાં.

જ્યારે ઉમરગામ નારગોલ હાઇ વે પર કાર પલટી ખાઇ જતાં કારમાં બેઠેલ પાંચ પૈકી કિરણ કાંબલે અને જયેશ કાંબલી નામના બે યુવાનોના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જયારે ત્રણને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અા ઘટનાને પગલે રોડ પરનો ટ્રા‍ફિક જામ થઈ ગયો હતો. રાજપીપળા રોડ પર આમથેલા ગામ પાસે બે બાઇક સામ સામે અથડાતાં શંકરભાઇ વસાવાનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જયારે બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

You might also like