5 દિવસ પછી Jioના ગ્રાહકોને લાગી શકે છે આંચકો, જાણો શું છે કારણ ?

ગયા વર્ષે 1 એપ્રિલથી તેના વપરાશકર્તાઓને રિલાયન્સ જીઓએ પ્રાઇમ મેમ્બરશિપ આપી હતી, તેની માન્યતા માર્ચ 31ના રોજ સમાપ્ત થઈ રહી છે. ટેલિકોમ નિષ્ણાતોનું કહેવું છે કે, 31 માર્ચને ફક્ત 5 દિવસ જ બાકી છે, અને અત્યાર સુધી કંપની વતી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી, કંપની પ્રાઇમ મેમ્બરશિપને ખતમ નહીં કરે અને આગળ પણ અત્યારની જેમ જ ઓફર આપશે.

શરૂઆતના છ મહિના મફત સેવાઓ આપ્યા પછી, કંપનીએ 99 રૂપિયાનીપ્રાઇમ મેમ્બરશિપ આપી હતી. કંપની પ્રાઇમ સભ્યોને વધુ લાભ આપે છે, અને ઓછી કિંમતે રિચાર્જની ઓફર આપે છે, સાથે અન્ય વપરાશકર્તાઓ કરતા રિચાર્જ પણ સસ્તા આપે છે, કંપનીની તમામ નવી ઓફર માત્ર પ્રાઇમ સભ્યો માટે જ હોય છે.

કંપની દ્વારા વપરાશકર્તાઓને અમુક સમયે ‘cashback’ઓફર મળે છે, તેની સાથે મફત ડેટા પણ મળે છે, અને જીઓ ડિવાઇસ ખરીદવા પર સભ્યોને વિશેષ માહિતી આપવામાં આવે છે.

You might also like