શ્રીનગર આતંકવાદી હૂમલામાં 8 જવાન શહીદ 20 ઘાયલ

શ્રીનગર : દક્ષિણી કાશ્મીરનાં પંપોરમાં શનિવારે આતંકવાદીઓએ સીઆરપીએફ જવાનોને લઇને જઇ રહેલ એક બસ પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં 5 જવાનો શહીદ થયા હતા. જ્યારે 20 ઘાયલ થયા હતા. સીઆરપીએફ જવાનોએ જવાબી કાર્યવાહી કરતા બંન્ને આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જાણકારી અનુસાર શ્રીનગર જઇ રહેલી બસમાં સીઆરપીએફ જવાનો બેઠેલા હતા. ત્યારે રસ્તામાં આતંકવાદીઓએ બસ પર હૂમલો કર્યો હતો.

બસમાં બેઠેલા જવાનોએ પણ આતંકવાદીઓ પર જવાબી કાર્યવાહી કરી હકતી. આ સમગ્ર એન્કાઉન્ટરમાં બંન્ને આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. જ્યારે સીઆરપીએફનાં પાંચ જવાનો શહીદ થયા છે. જ્યારે 20 જવાનો ઘાયલ થયા છે. ઉપરાંત હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે. આતંકવાદીઓ ક્યાંથી આવ્યા વગેરે પાસાઓ પર તપાસ ચાલી રહી છે. સાથે ઘાયલ જવાનોને સારવાર માટે આર્મી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

સીઆરપીએફનાં કમાન્ડેન્ટ રાજેશ યાદવે જણાવ્યું કે સીઆરપીએફ જવાન ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ બાદ પરત ફરી રહ્યાહ તા. આ દરમિયાન આતંકવાદીઓએ બસ પર અચાનક જ હૂમલો કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે ઘાયલ જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તમામની સ્થિતી ખતરાની બહાર છે. જો કે અચાનક હૂમલો થવાનાં કારણે અમારા પાંચ જવાનો શહીદ થયા છે.

જો કે પીટીઆઇનાં અનુસાર હજી પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે અન્ય આતંકવાદીઓ પણ છુપાયેલા હોવાની આશંકા છે. ટીવી રિપોર્ટસ અનુસાર આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાએ આતંકવાદી હૂમલાની જવાબદારી લીધી છે.

જુનમાં કાશ્મીર પર થયેલા આતંકવાદી હૂમલાઓ

– 23 જુને ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા
-19 જુને હૂમલામાં એક આતંકવાદી ઠાર
– 17 જુને સોપોરોમાં બે આતંકવાદીઓ ઠાર
– 16 જુને 4 આતંકવાદીઓ ઠાર, એક જવાન શહીદ
– 03 જુનેબીએસએફનાં કાફલા પર હૂમલો 3 જવાન શહીદ

You might also like