જમ્મુ-કશ્મીરઃ પાકિસ્તાનની નાપાક હરકત, પુંછનાં બાલાકોટ સેક્ટરમાં ફાયરિંગમાં 5નાં મોત

જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાને એક વાર ફરીથી સીમા પર નાપાક હરકત કરતા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પુંછનાં બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયર તોડતા ભારે ગોળીબારી કરી દીધી.

આ ગોળીબારીમાં એક જ પરિવારનાં 5 લોકોનાં મોત થયાં છે અને જ્યારે બે લોકો ગંભીર રૂપથી ઘાયલ થયાં છે. જાણકારી અનુસાર પુંછ જિલ્લાનાં બાલાકોટ સેક્ટરમાં રવિવારનાં રોજ પાકિસ્તાન તરફથી સવાર-સવારમાં અચાનક જ ભારે ગોળીબારી શરૂ કરી દીધી. પાકિસ્તાન તરફથી સેનાની મહત્વની ચોકીઓની સાથે સાથે રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવીને ભારે ગોળીબારી કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારત સામે અનેક વાર માત ખાધા બાદ પણ પાકિસ્તાન તેની હરકતોથી બાજ નથી આવતું. પરંતુ આજે તો પાકિસ્તાને બર્બરતાની તમામ હદો પાર કરી દીધી. જમ્મુ-કશ્મીરનાં પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને રહેણાંક વિસ્તારને પણ તેઓએ આજે નિશાન બનાવ્યો હતો.

જેમાં એક જ પરિવારનાં 5 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં 3 બાળકનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનની આ કરતુતનો ભારત તરફથી પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

You might also like