અમદાવાદ સહિત ૫ શહેર આતંકીના નિશાના પર : આઈબીએ એલર્ટ જારી કર્યું

અમદાવાદ : ઈન્ટેલિજન્સ બ્યુરોએ જાહેર કરેલા એલર્ટ મુજબ સીમા પાર દેશમાં મોટા પાયે આતંકી હુમલાને અંજામ આપવા માટેની યોજના ઘડવામાં આવી રહી છે. સેન્ટ્રલ આઈબીએ એક સાથે પાંચ રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું છે. જેમાં અમદાવાદ, જયપુર, કોલકતા, દિલ્હી અને બેંગ્લોર શહેર હાલ આતંકીઓના નિશાના પર છે. આઈબીના જણાવ્યા અનુસાર ચાર આતંકી સંગઠનો એક સાથે આ પ્રકારના હુમલાઓને અંજામ આપી શકે છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આતંકીઓની પૂરેપૂરી બ્લુ પ્રિન્ટ ગુપ્તચર એજન્સીઓને હાથ લાગી છે. ગુપ્તચર એજન્સીઓએ સૌ પ્રથમ બેંગલોર પોલીસને આ હુમલા અંગે જાણકારી આપી છે. બેંગલોરનું આઈટી સેન્ટર આતંકીના નિશાના પર છે. આઈબીના એલર્ટને પગલે રાજ્ય પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઍરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતના મહત્ત્વના સ્થળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ઈન્ટેલિજન્સ બ્યુરોએ જારી કરેલ એલર્ટ મુજબ સરહદ પારથી દેશમાં મોટા પાયે આતંકી હુમલાઓને અંજામ આપવાની યોજના ઘડવામાં આવી છે. સેન્ટ્રલ આઈબીએ એક સાથે પાંચ રાજ્યોને એલર્ટ રહેવા જણાવ્યું છે. જયપુર, કોલકતા, અમદાવાદ, દિલ્હી અને બેગ્લુરુ શહેરો હાલ આતંકીઓના નિશાના પર છે. અમદાવાદનું વિશ્વ હિન્દુ પરિષદનું કાર્યાલય આતંકીઓના ટાર્ગેટ પર છે. આઈબીને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલી જાણકારી મુજબ એ કે બે નહીં પરંતુ ચાર આતંકી સંગઠનો એક સાથે આ પ્રકારના હુમલાઓને અંજામ આપી શકે છે.

હુમલા ફિદાયીન પણ હોઈ શકે છે.આ આતંકી સંગઠનોમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોયબા, ઈન્ડિયન મુજાહિદ્દીન અને બાંગ્લાદેશી આતંકી સંગઠન હિજ્બ-ઉત-તહરિર સામેલ છે. આતંકીઓની પૂરેપૂરી બ્લુ પ્રિન્ટ ગુપ્તચર એજન્સીઓને હાથ લાગી છે. જો કે તેને કાઉન્ટર કરાવવાની તૈયારીઓ પણ મોટા પાયે થઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ સૌ પ્રથમ બેંગ્લુરુ પોલીસને આ હુમલા અંગે જાણકારી આપી છે. બેંગ્લુરુનું આઈટી સેન્ટર આતંકીઓના નિશાના પર છે.

You might also like