દિલ્હીમાં 5 મુખ્યમંત્રીઓએ ખોલ્યો માર્ચો, હાર્દિક પટેલ પણ સામેલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. AAP દ્વારા કરવામાં આવી રહેલી હડતાળનો આજે સાતમો દિવસ છે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રધાનમંત્રીના નિવાસ સ્થાન સુધી રેલી કરશે. આ રેલીમાં AAPના તમામ ધારાસભ્યો જોડાશે. મહત્વનુ છે કે, કેજરીવાલને કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને કેરળના મુખ્યમંત્રીઓએ સાથ આપ્યો છે. ત્યારે હવે નીતિ આયોગની બેઠકમાં પીએમ સમક્ષ ચારેય મુખ્યમંત્રીઓ મુદ્દો ઉઠાવશે.

કેજરીવાલને મળ્યો 4 રાજયના CMનો સાથ
2019ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને ટક્કર આપવા માટે સંગઠીત થઇ રહેલા ત્રણ મોર્ચાને પોતાની એકતા દેખાડવા માટે બીજો મોટો મોકો મળી ગયો છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના છેલ્લા 6 દિવસથી ચાલી રહેલ ધરણા પર ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ ખુલીને સમર્થન આપ્યું છે. ત્યારે દક્ષિણામાં કદાવર ડીએમકે નેતા સ્ટાલિન અને ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કેજરીવાલની લડાઇમાં તેમનો સાથ આપી રહ્યા છે. પીએમ મોદી વિરૂદ્ધ વિપક્ષી દળોની આ તાકાત કેટલો અસર દેખાડશે, તે આવતા વર્ષે થનાર સામાન્ય ચૂંટણીમાં ખબર પડી જશે.

નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા માટે એક દિવસ પહેલા જ દિલ્હી આવેલ ચાર રાજ્યોના નોન બીજેપી મુખ્યમંત્રીઓએ કેજરીવાલના સમર્થનમાં કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ વિરોધ નોંધાવ્યો છે. તેમને કેજરીવાલના સમર્થનના બહાને મોદી સરકાર વિરૂદ્ધ ત્રીજા મોર્ચાની ચૂંટણી તૈયારી માનવામાં આવી રહી છે.

આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી એકતા જોવા મળી હતી. હવે શનિવારે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સમર્થનના રૂપમાં જોવા મળ્યા.

શનિવારે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ એક સાથે કેજરીવાલને મળવા નિકળવું પડ્યું, પરંતુ તેમને મંજૂર ન આપવામાં આવી. તેનાથી ભડકેલા આ મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.

You might also like