500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે આ 5 બ્લૂટૂથ સ્પીકર્સ……

આજકાલ બ્લૂટુથ સ્પીકર્સનો ટ્રેન્ડ ચાલે છે અને ટ્રેન્ડની સાથે ચાલવુ કોને પસંદ નથી, જો તમે પણ બ્લૂટૂથ સ્પીકર્સ ખરીદવા ઈચ્છો છો અને કિંમતને લઈને હેરાન છો તો આ છે તેવા 5 સ્પીકર્સની લિસ્ટ જેની કિંમત 500 રૂપિયાથી ઓછી છે અને આપ તેને ફ્લિપકાર્ટ કે અમેઝોન પરથી ખરીદી શકો છો.

SONILEX SL-BS172FM

આ સ્પીકરકની કિંમત 499 રૂપિયા છે અને તેમાં આપને FM રેડિયો પણ મળશે. તેમા આપ મેમરી કાર્ડ વડે ગીતો સાંભળી શકો છો, તેમા 3.5MM નો ઓડિયો જેક પણ છે. તેનો બેટરી બેકઅપ 4 કલાકનો છે.

KONARRK PILL 2.0

આ સ્પીકરની કિંમત 489 રૂપિયા છે, તેની ડિઝાઈન શાનદાર છે અને તેના વડે તમે કોલિંગ પણ સરળતાથી કરી શકો છો. તેમા કાર્ડ અને પેનડ્રાઈવ સ્લોટ પણ આપવામાં આવ્યો છે.

FAIZA BLUETOOTH 3

3 વોટના આ સ્પીકરની કિંમત 399 રૂપિયા છે. તેમા 600 mAh ની બેટરી છે. તેમા એક યુએસબી પોર્ટ અને મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે.

signature bt speaker 011

આ બ્લૂટૂથ સ્પીકર પણ 3 વોટનું છે જેની કિંમત 448 રૂપિયા છે. જેની કિંમત 1,199 રૂપિયા છે પણ તેને ખાલી 448 રૂપિયામાં ખરીદી શકાય છે, તેમા પણ તમને મેમરી કાર્ડ અને યુએસબી સ્લોટ મળશે.

hiper song mini speaker hs 404

તેમા લિથિયમ બેટરી આપવામા આવી છે, જેની કિંમત 449 રૂપિયા છે અને આ સ્પીકર પણ 3 વોટનું છે, તેની ડિઝાઈન ગોળાકાર છે, તેની બેટરી 3 કલાકનો બેકઅપ આપે છે.

You might also like