ગુજરાતનાં એવાં 5 સ્થળો, કે જે ખૂબ પ્રચલીત છે વાનગીનાં કારણે

ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે કે જે ખાણી-પીણી માટે ખૂબ જ પ્રચલિત છે. એમાંય ગુજરાતની પ્રજા તો ખાવાં-પીવા માટેનાં તો ખૂબ જ શોખિન છે. અને ગુજરાત આમ પણ ભારત દેશમાં તો ખરી પણ દુનિયામાં પણ પ્રચલિત છે કે ગુજરાત રાજ્ય વિવિધ વાનગીઓ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. જ્યારે કોઇ નોન-ગુજરાતીનાં મોં પર ગુજરાતનું નામ આવે તો તરત જ ગુજરાતની વાનગીઓ તેને યાદ આવી જાય ને એમાંય ગુજરાતનાં ગાંઠીયા-ફાફડા-જલેબી એ યાદ કરતાંની સાથે જ દરેકનાં મોમાં તુરંત જ પાણી આવી જાય.

આજે અમે અહીં આપણે જણાવીશું કે ગુજરાતમાં કયા-કયા શહેરોમાં કઇ-કઇ વાનગીઓ ખૂબ જ પ્રચલિત છે. અને એમાંય મેથીનાં ગોટા, ગાંઠીયા, ફાફડા, જલેબી , પાણીપુરી જેવી દરેક વાનગીઓનો સમાવેશ આમાં થાય છે.

અમદાવાદ
અમદાવાદ એક એવું શહેર છે કે જ્યાંનાં લોકો ખાવા-પીવા માટેનાં ખૂબ જ શોખિન છે. એમાંય અમદાવાદમાં રાયપુરનાં ભજિયા, સુભાષબ્રિજ પાસેનાં સાબરમતી જેલનાં ભજિયાં, ફરકીની લસ્સી, લાલદરવાજા પાસેનાં લક્કીનું મસ્કાબન, મણિનગરનાં જલારામનાં ખમણ, રાજકોટની ખેતલાઆપાની ચા, ઇન્કમટેક્ષ પાસે આનંદ દાળવડા, બાપુનગમાં ગોંડલનાં ગાંઠીયા, શંભૂની કૉફી, નવતારનાં સમોસા, ચારભુજા સેન્ડવીચ, મીઠાખળીનાં જય-અંબે વડાપાંઉ, ઇસ્કોનનાં ગાંઠીયા, ભોગીલાલ મૂલચંદની મીઠાઇ, માણેકચોક ખાણી-પીણી બજાર જેવી અનેક જગ્યાઓ અમદાવાદમાં ખૂબ જ પ્રચલિત છે.

sabarmati-jail-bhajiya-stall-ahmedabad

ભાવનગર
સૌરાષ્ટ્રમાં ભાવનગર એ ગાંઠીયા માટે ખૂબ જ પ્રચલિત છે. ભાવનગરનાં ગાંઠીયા એક વાર જો તમે ખાશો તો ક્યારેય તેને તમે નહીં ભૂલો. તમને વારંવાર ખાવાનું મન થશે. ને એમાંય જો તમે તેની સાથે ચટણી અને મરચાં પણ ખાશો તો તમને વધુ મજા આવશે.

1-1
સુરત
સુરતમાં એવું કહેવાય છે કે સુરતીઓ ખાવા-પીવા માટેનાં ખૂબ જ શોખીન છે. ને એમાંય સુરતમાં લોચો અને ઊંધીયું ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ અહીં ધારી પણ ખૂબ જ ફેમસ છે.

2-2

ધોળકા
ધોળકા કે જ્યાંનાં જામફળ ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે. અને અહીંનાં જામફળ પણ લાલ-લાલ ટામેટાં જેવાં હોય છે. જેને એક વાર ખાધાં બાદ વારંવાર તમને ખાવાનું મન થશે.
3-3

ડાકોર
ડાકોર કે જેમાં રણછોડરાયજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં ડાકોરનાં ગોટા ખૂબ જ પ્રખ્યાત છે. અહીં આનો લોટ પણ આપને પેકિંગમાં તૈયાર મળી રહેશે કે જેને આપણે ઘરે લઇ જઇ આ ગોટા ઘરપે પણ બનાવી શકશો. સાથે અહીં મગધનાં લાડવા પણ એટલાં જ પ્રખ્યાત છે.

4-4

You might also like