વિશ્વમાં હાલ 5,84,000 કરોડપતિ તેમજ 2252 અબજપતિઓ વસે છે

વોશિંગ્ટન: એક અહેવાલ મુજબ વિશ્વમાં હાલ ૫,૮૪,૦૦૦ કરોડપતિઓ અને ૨૨૫૨ અબજપતિઓ વસે છે, જ્યારે કુલ ૬૨,૫૮૪ અબજ ડોલરની સંપત્તિ સાથે અમેરિકા વિશ્વનો સૌથી વધુ સંપત્તિવાન દેશ જ્યારે ૮૨૩૦ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ભારત વિશ્વનો છઠ્ઠા ક્રમાંકનો સૌથી વધુ સંપત્તિવાન દેશ છે તો ૨૪,૮૦૩ અબજની સંપત્તિ સાથે ચીને આ યાદીમાં બીજું અને ૧૯,૫૨૨ અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાને ત્રીજું સ્થાન મેળવ્યું છે.

કોઈ પણ દેશની કુલ સંપત્તિ દેશમાં વસવાટ કરતી દરેક વ્યકિતની કુલ અંગત મિલકતનું પ્રતિબિંબ પાડે છે, જેમાં દરેક વ્યકિતની તમામ મિલકત, રોકડ રકમ, શેર, વેપારી હિતો અને તેની અંગત જવાબદારીઓની બાદબાકી વગેરેનો સમાવેશ થાય છે.

વધુ વસ્તીના કારણે મોટા દેશોને તેનો લાભ મળે છે. વિશ્વના સૌથી ધનાઢ્‍ય દસ દેશોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલા અન્ય દેશોમાં યુકે (૯૯૧૯ અબજ ડોલર), જર્મની (૯૯૬૦ અબજ ડોલર), ભારત (૮૨૩૦ અબજ ડોલર), ઓસ્ટ્રેલિયા (૬૧૪૨ અબજ ડોલર), કેનેડા (૬૩૯૩ અબજ ડોલર), ફ્રાન્સ (૬૬૪૯ અબજ ડોલર) અને ઈટાલી (૪૨૭૬ અબજ ડોલર)નો સમાવેશ થાય છે. વિશ્વભરમાં હાલ ૫,૮૪,૦૦૦ કરોડપતિઓ તો ૨૨૫૨ અબજપતિઓ છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં સંપત્તિ નિર્માણ કરવામાં મદદરૂપ થતાં મહત્ત્વનાં પરબિળોમાં ઉદ્યોગપતિઓની મોટી સંખ્યા સારી શૈક્ષણિક યંત્રણા, આઇટી ક્ષેત્ર પરત્વેનો તંદુરસ્ત અભિગમ, વેપારી પ્રક્રિયાનું આઉટ સોર્સિંગ, રિયલ એસ્ટેટ હેલ્થ કેર અને મીડિયા ક્ષેત્ર, જેમાં આવનારાં દસ વર્ષમાં કુલ સંપત્તિમાં ૨૦૦ ટકાનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

આવનારા દાયકામાં ચીનની કુલ સંપત્તિમાં મહત્ત્વનો વધારો થશે અને વર્ષ ૨૦૨૭ સુધીમાં તે વધીને ૬૯,૪૪૯ અબજ ડોલર તો અમેરિકાની કુલ સંપત્તિ વધીને ૭૫,૧૦૧ અબજ ડોલર થઈ જશે.

You might also like