ન્યૂઝિલેંડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

વેલિંગટન: ન્યૂઝિલેંડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં રવિવારે 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં કોઇ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ પહેલાં 2011માં આવેલા ભીષણ ભૂકંપે ન્યૂઝિલેંડના આ બીજા સૌથી મોટા શહેરમાં ભારે તબાહી મચાવી હતી. તેમાં 185 લોકોના મોત નિપજ્યાં હતા. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ (યૂએસજીએસ)ના અનુસાર રવિવારે ભૂકંપ શહેરાથી 17 કિલોમીટર પૂર્વમાં લગભગ આઠ કિલોમીટરની ઉંડાઇ પર કેન્દ્રિત હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતાવણી જાહેર કરવામાં આવી હતી.

You might also like