ઉત્તરાખંડમાં 48 કલાક મુશ્કેલીભર્યા, સાત જિલ્લાઓમાં ‘તબાહી’નું એલર્ટ જાહેર

દેહરાદૂન: ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં બુધવારે સવારથી જ હવામાન ખરાબ છે. રાજધાની દેહરાદૂન સહિત ઘણાવિસ્તારોમાં વહેલી સવારથી જ અટકી-અટકીને વરસાદ ચાલુ છે. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે.

બુધવાર સવારથી જ આગામી 48 કલાક ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગે ચેતાવણીને ધ્યાનમાં રાખતાં વહિવટીતંત્રએ વિભિન્ન જિલ્લાઓને સતર્ક કરી દીધા છે. આ સંબંધમાં મંગળવારે મુખ્ય સચિવ શત્રુધ્ન સિંહે જિલ્લાધિકારીઓને એડવાઇઝરી જાહેર કરી દીધી છે. આ સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મિટિગેશન વિભાગને એલર્ટ કરવામાં આવ્યું કે વરસાદને ધ્યાનમાં રાખત કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે.

હવામાન વિભાગે રાજધાની સહિત પ્રદેશના ઉત્તરકાશી, ટિહરી ગઢવાલ, અલ્મોડા, નૈનીતાલ, ચંપાવત અને પિથૌરાગઢમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. હવામાન વિભાગના નિર્દેશક વિક્રમ સિંહે જણાવ્યું કે 15 જૂનના રોજ સવારથી જ ભારે વરસાદ થઇ શકે છે. આ વરસાદ 48 કલાક સુધી ચાલુ રહી શકે છે. મૌસમના મિજાજે મંગળવારે સાંજે રંગ બદલવાનું શરૂ કરી દીધું. રાજધાનીમાં દિવભર ઉકળાટ બાદ મોડી રાત્રે ઝરમર વરસાદ શરૂ થયો હતો.

વહિવટી તંત્રએ ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખતાં એડવાઇઝરી જાહેર કરી છે. જિલ્લાધિકારીઓને કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ એલર્ટ રહે. બધી વ્યવસ્થા પહેલાંથી જ કરી લેવામાં આવે. રાજ્યના બધા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રોને 24 કલાક એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા મળેલા પૂર્વાનુમાનના અધાર પર પિથૌરાગઢ જિલ્લા વહિવટીતંત્રએ બુધવારથી આગામી 48 કલાક સુધી વરસાદનું એલર્ટ જાહેર કરી દીધું છે. વહિવટીતંત્રએ પર્યટકો અને સામાન્ય જનતાને કહ્યું છે કે ખરાબ હવામાનના સમયે મુસાફરી ન કરે. આ દરમિયાન જિલ્લા મુખ્યાલયમાં ગત 24 કલાકોમાં 38 એમએમ વરસાદ નોંધવામાં આવ્યો છે. ગંગોલીહાટમાં 9, બેડીનાગમાં 21, મુનસ્યારીમાં 24 અને ધારચૂલામાં 5 એમએમ વરસાદ ખાબક્યો છે.

You might also like