48 વર્ષીય ચિયરલીડરે 15 વર્ષના સગીર પર બળાત્કર કર્યો

ન્યૂયોર્કઃ અમેરિકામાં એક ચિયરલીડરે ૧૫ વર્ષના એક સગીર સાથે દુષ્કર્મ કર્યું, પરંતુ કોર્ટે ચિયરલીડરને કડક સજા ફટકારવાને બદલે ફક્ત બે વર્ષનું પ્રોબેશન આપીને છોડી મૂકી. અમેરિકાના જ્યોર્જ ટાઉનમાં ૪૮ વર્ષીય ભૂતપૂર્વ ચિયરલીડર મોલી શૈટકે ૧૫ વર્ષીય સગીર પર બળાત્કાર કર્યો હતો. કોર્ટે આ મામલામાં મોલીને ૧૫ વર્ષની સજા ફટકારી હતી, જોકે સજા પર અમલ કરવાને બદલે તેને બે વર્ષનું પ્રોબેશન આપવામાં આવ્યું. આ દરમિયાન જો મોલીનો વ્યવહાર ઉચિત અને સારો રહેશે તો સજા નહીં થાય અને તે છૂટી જશે.પ્રોબેશન અંતર્ગત મોલીને દર અઠવાડિયે પ્રોબેશન ઓફિસમાં હાજરી આપવી પડશે. બીજી બાજુ મોલીને સજામાં છૂટછાટ અંગે પીડિતના પિતાનું કહેવું છે કે તેના પુત્ર સાથે બળાત્કારની ઘટના એક જઘન્ય અપરાધ છે, જેની સજા ફક્ત જેલ જ હોવી જોઈએ. મોલીએ બળાત્કારની ઘટનાને એ વખતે અંજામ આપ્યો હતો, જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં તે ડેલવેયરના બેથની બીચ પર રજા માણવા ગઈ હતી. બીચ પર ૧૫ વર્ષના એક સગીર પર મોલીનું દિલ વારી ગયું અને બીચ હાઉસમાં તે સગીરને લઈ જઈને મોલીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો.મોલીના વકીલું કહેવું હતું કે મોલી જ્યારે ઘણી યુવાન હતી ત્યારે તેના પતિ સાથે તેના સંબંધ તૂટી ગયા હતા. એ જ કારણ છે કે મોલી પોતાની લાગણી પર કાબૂ રાખી ના શકી અને સગીર સાથે સંબંધ બાંધી બેઠી. જ્યારે મોલીએ બીચ હાઉસમાં સગીર સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો સ્વીકાર કરી લીધો છે.  મોલીએ કહ્યું કે, ”જે કંઈ થયું તેના માટે હું સંપૂર્ણપણે જવાબદાર છું.”
You might also like