અમેરિકામાં પિતાએ પોતાનાં સમલૈંગિક પુત્રને ગોળી મારી

લોસ એન્જલસ : અમેરિકાનાં લોસ એન્જલસમાં 69 વર્ષીય એક વ્યક્તિએ પોતાનાં પુત્રની ગોળીએ દીધો હતો. તેની પાછળ માત્ર એક જ કારણ હતું કે તે સમલૈંગિક છે. શેહાદ ખલીલ ઇસ્સા પર પૂર્વ નિયોજીત હત્યાનો કેસ ચાલી રહ્યો છે. લોસ એન્જલસ કાઉન્ટીનાં તપાસકર્તાઓએ કહ્યું કે હત્યા કરતા પહેલા પણ ઇસ્સાએ પોતાનાં પુત્ર આમિરને મારવાની ધમકી આપી હતી. 911 પર આવેલા કોલનાં જવાબમાં પોલીસ ઘટનાં સ્થળે પહોંચી તો પુત્ર આમિર ઇસ્સાનું શબ ઘરની બહાર મળ્યુ અને તેની માંનું શબ ઘરની અંદર હતું.

સીએનએનનાં અનુસાર તપાસકર્તા અત્યારે આ અંગે ભાળ મેળવી રહ્યા છે કે અંતે અમિરનાં પિતાએ તેની માંની હત્યા કેમ કરી. તપાસકર્તાઓએ એક દૈનિય સમાચાર પત્રને જણાવ્યું કે હત્યાનો આરોપી ઇસાએ શરૂઆતમાં કહ્યુ હતું કે તેને પત્નીનું શબ બાથરૂમમાંથી મળી આવ્યું હતું. ત્યાર બાદ પુત્રએ તેને ચાકુમ લઇને મારવાની ધમકી આપી હતી. આત્મરક્ષામાં તેમણે ગોળી ચલાવી અને તેનાં પુત્રનું મોત નિપજ્યું હતું.

જો કે ત્યાર બાદ તેણે ઘણા વિરોધાભાસી નિવેદનો આપ્યા હતા. એક તપાસકર્તાએ સમાચારપત્રને જણાવ્યું કે આ એક ખતરનાક ફેમિલી ટ્રેજડી છે. ઇસ્સાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને ઉંમરકેદની સજા ભોગવવી પડી શકે છે. ઇસ્સાની વિરુદ્ધ 11 એપ્રીલે આ કેસની વધારે સુનવણી હાથ ધરવામાં આવશે.

You might also like