ઝારખંડમાં દર 100એ 47 બાળકો કુપોષીત

રાંચી : કુપોષણ ઝારખંની મુખ્ય સમસ્યા છે. સરકાર દ્વારા વારંવાર પ્રયાસો છતા પણ કુપોષણનું ભુત ઝારખંડમાં સતત ધુણતું રહે છે. યૂનિસેફ દ્વારા હાલાં જ એર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા ઘણા હેલ્થ પ્રોગ્રામ ચલાવવામાં આવવા છતા પણ સ્થિતી હજી ખરાબ છે. WHO, યૂનિસેફ દ્વારા આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય સ્તર પર કરાવવામાં આવેલ રેપિડ સર્વે ઓન ચિલ્ડ્રનમાં આ તથ્ય સામે આવ્યું હતું.
પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 100માંથી 47 બાળકો કુપોષીત છે. ઝારખંડનાં લગભગ અડધાથી વધારે બાળકોને યોગ્ય પોષણ નથી મળતું, જેનાં કારણે તેમનો વિકાસ યોગ્ય રીતે નથી થઇ રહ્યો.
ભારતમાં યૂનિસેફ ચીફે શુક્રવારે રાંચીમાં જણાવ્યું કે અહીની પરિસ્થિતી ખુબ જ ખરાબ છે. રાષ્ટ્રીય સ્તર પર જે સરેરાશ છે, ઝારખંડ તેનાથી ઘણુ જ પછાત છે. રાષ્ટ્રીય સ્તર પર આ પ્રમાણ માત્ર 28.7 છે. RSOCનાં ડેટા અનુસાર 2006 પછીથી ઝારખંડે આ ક્ષેત્રમાં ખુબ જ સામાન્ય ફેરફાર કર્યા છે. 2006માં ઝારખંડમાં 100માંથી 49.8 ટકા બાળકો કુપોષીત હતા.

You might also like