ગ્રીસ જતી ત્રણ નૌકા ડૂબી જતાં ૪૭ પ્રવાસીઓનાં મોત

એથેન્સ: એશિયન મહાસાગરમાં તુર્કસ્તાન અને ગ્રીસ તરફ જતી ત્રણ નૌકા ડૂબી જતાં સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૪૭ લોકોનાં મોત થયાં હતાં. જેમાં ર૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત બાદ ડઝન લોકો હજુ પણ લાપતા છે. જ્યારે ૭૪ પ્રવાસીઓને બચાવવામાં સફળતા મળી છે. ત્રણમાંથી બે નૌકાઓ યુનાનના એશિયન સાગરમાં ફાર્માકોનીસી અને કાલોલિમનોસ ટાપુના કિનારા પર દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી.

ગ્રીસનાં તટરક્ષક દળોએ જણાવ્યું હતું કે તુર્કીથી ગ્રીસ આવી રહેલી એક નૌકા કાલોલિમનોસ પાસે અને બીજી નૌકા ફાર્મા કોનેસી ટાપુ પાસે ડૂબી ગઇ હતી. તટરક્ષકોના જણાવ્યા પ્રમાણે ૧૭ બાળકો, ૧૭ મહિલાઓ અને દશ પુરુષનાં શબ મળી આવ્યાં છે. યુરોપિયન સંઘની બોર્ડર એજન્સી ફ્રન્ટેકસના હેલિકોપ્ટર દ્વારા પણ લાપતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. તુર્કીનાં તટરક્ષક દળોએ જણાવ્યું હતું કે દીદીમ પાસે એક નાૈકા ડૂબી જવાથી ત્રણ બાળકોનાં શબ મળી આવ્યાં છે. આ અગાઉ તુર્કીના કિનારા પાસે ગુરુવારે એક નૌકા ડૂબી જવાથી ૧રનાં મોત થયાં હતાં.

You might also like