દિલ્હીમાં ૪૭ ડિગ્રી ગરમીઃ એક દાયકાનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગઈ કાલે કાળઝાળ ગરમી પડતાં આ રાજ્યમાં એક દાયકાનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે. જેમાં ગઈ કાલે મહત્તમ તાપમાન દિલ્હીમાં ૪૭ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લે ૨૦૦૭માં ૧૦ જૂનના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૫.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગરમીના કારણે હરિયાણા અને યુપીમાં કુલ આઠ લોકોનાં મોત થયાં છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આકાશ સ્વચ્છ રહેતા અને રાજસ્થાન તરફથી વહેતા પશ્વિમી પવનના કારણે તાપમાનમાં એકાએક વધારો થઈ ગયો હતો.

હજુ ૨૪ કલાક આવી સ્થિતિ ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશમાં ગઈ કાલે દિવસભર સતત ગરમ પવન ફુંકાતાં જનજીવન પર માઠી અસર પડી હતી. જેને કારણે બાંદામાં તાપમાન ૪૮ ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે અલ્હાબાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યાં તાપમાન ૪૮.૫ ડિગ્રી રહ્યું હતું. બાંદામાં લૂ લાગતાં એક યુવકનું મોત થયું હતું. પંજાબમાં પણ આકરી ગરમી પડી રહી છે. ગઈ કાલે દિવસભર કાળઝાળ ગરમી પડી હતી. જેમાં રાજ્યનું ભટિંડા શહેર સૌથી ગરમ રહ્યું હતું. જયાં મહત્તમ તાપમાન ૪૮ ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત ફિરોઝપુરમાં ૪૭.૫, અમૃતસરમાં ૪૭.૫ તાપમાન રહ્યું હતું. જ્યારે ભીષણ ગરમીથી રાજ્યમાં ચાર લોકોનાં મોત થયાં હતાં.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવી સ્થિતિ હજુ બે દિવસ રહે તેવી સંભાવના છે. બીજી તરફ ફરિદાબાદ,ગુરુગ્રામ, યમુનાનગર.જંદ,કૈથલ અને બહાદુરગઢમાં પણ તાપમાન ૪૭ ડિગ્રી રહ્યું હતું. આ રાજ્યમાં ગરમીથી બેનાં મોત થયાં હતાં.

http://sambhaavnews.com/

You might also like