જૂનાગઢ ગૌશાળામાં 450 પશુઓનાં મોત, સંચાલકને અપાઇ નોટીસ

જુનાગઢઃ શહેરોમાં રસ્તે રઝળતા ગૌવંશને પાલીકા દ્વારા નજીકનાં પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલવામાં આવે છે અને તે ગૌવંશનાં આજીવન નિભાવ ખર્ચ પેટે ગૌવંશ દીઠ રૂપિયા 2500થી 3000 એક વખત ચૂકવવામાં આવે છે.

જુનાગઢ મનપા દ્વારા પણ આ જ પ્રમાણે નજીકની ગૌશાળાને એક વર્ષમાં 789 પશુઓ આપવામાં આવ્યાં હતાં પરંતુ જેમાનાં મોટા ભાગનાં પશુઓ ગુમ થતાં ભારે વિવાદ ઉભો થયો છે.

હાલ ગૌશાળામાં માત્ર 150 જેટલા જ પશુ છે કે જેને લઈને ગૌ ભક્તો દ્વારા વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જો કે, ગૌ શાળા સંચાલકનું કહેવું એમ છે કે આ તમામ પશુઓ મૃત્યુ પામ્યાં છે. ગાયોનાં મોતથી ગૌશાળાનાં સંચાલકનું કહેવું એમ છે કે ગાયો ગુમ નથી થઇ પરંતુ એક વર્ષમાં એક બાદ એક ગાયોનું પ્લાસ્ટિક ખાવાથી મોત થયું છે.

જયારે ગાયો ગુમ થવાનાં મામલે ગૌશાળાનાં સંચાલકોએ વિરોધ કર્યો છે અને ગાય કઈ રીતે ગુમ થઇ અને જો ગાય મરી ગઈ હોય તો ગૌપ્રેમીને શું કામ જાણ ના કરી અને ગાયોનાં મોત થયાં તો મનપાએ શું કર્યું આવાં અનેક પ્રશ્નો સાથે ગૌભૂકોએ સવાલો ઊભા કર્યા છે.

જો કે ગૌશાળામાંથી ગાયો ગુમ થવાનાં મામલે ગૌશાળાનાં સંચાલકને નોટીસ આપવામાં આવી છે અને ગાયો ગુમ થવાનાં મામલે તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં જો આ ગૌશાળામાં યોગ્ય નિર્ણય પણ નહીં લેવામાં આવે તો કાયદેસર રીતે આ મામલે વધુ આગળ પગલાં હાથ ધરવામાં આવશે.

You might also like