ઇજીપ્તમાં બે ટ્રેન વચ્ચે અકસ્માત, 44ના મોત

ઇજીપ્તમાં અલેકજેન્ડ્રીયા પાસે બે ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માતમાં 44 લોકોના મોત નિપજયાં છે જ્યારે 180થી વધારે લોકો ઘાયલ થયા છે. મિસ્ર સરકારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. જ્યારે અંતિમ આંકડો બંને ટ્રેનના એક્સિડેન્ટ થયેલા ડબ્બાઓ હટાવ્યા બાદ મૃતકોનો સાચો આકડો ખબર પડશે. ઇજીપ્ત સરકારના રેલવે પ્રધાને જણાવ્યું કે આ ગોઝારો અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટ્રેન અલેકજેન્ડ્રીયાથી કાહિરા જઇ રહી હતી ત્યારે પોર્ટ સીટી તરફથી આવી રહેલી એક ટ્રેન સાથે ટકરાય હતી.

હાલમાં ઘટના સ્થળે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક સરકારી અધિકારીના અહેવાલ મુજબ કાહિરા-અલેકજેન્ડ્રીયા ટ્રેનના ચાલકે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. મિસ્રના રાષ્ટ્રપતિએ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

You might also like