ડિસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં 42 વર્ષ બાદ ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ

બનાસકાંઠા જિલ્લાની ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી 42 વર્ષ બાદ બિનહરીફ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.ભાજપ પ્રેરિત અને ચાલુ ચેરમેન માવજી દેસાઇની પેનલ બિન હરીફ થતાં કાર્યકરોમાં ખુશી છવાઇ ગઇ છે. જોકે આ વખતે ચાલુ બોડીમાંથી માળી અને ઠાકોર સમાજના ડિરેકટરોની બાદબાકી કરતા કયાંક સમાજોમાં નારાજગી જોવા મળી હતી.

મહત્વપૂર્ણ છે કે, માર્કેટયાર્ડની ચૂંટણીમાં 75 ઉમેદવારીપત્ર ભરાયા હતા. ચકાસણી બાદ એક ફોર્મ રદ થતા 74 ઉમેદવારો ચૂંટણીના ઉમેદવારો રહ્યા હતા. ત્યારે સામાજિક અને રાજકીય સમજાવટ બાદ 60 ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પરત ખેંચ્યા હતા. 14 ડિરેકટરો માટે 14 ઉમેદવારો રહેતા તમામ બિનહરીફ થયા હતા.

You might also like