મધ્યસ્થીઓ પાટીદારોને માત્ર ઉલ્લું બનાવવાનું કામ કરે : પાસ

મહેસાણા : પાટીદાર અનામત આંદોલન થાળે પાડવા માટે સરકાર અને પાટીદારો વચ્ચે મધ્યસ્થી કરી રહેલા આગેવાનોએ આપેલી ડેડલાઇન પુરી થઇ ચુકી છે. જો કે હજી સુધી હાર્દિક છુટે તેવી કોઇ શક્યતાઓ નથી જોવાઇ રહી. જેનાં કારણે પાસ અને કાર્યકરો નારાજ થઇ ચુક્યા છે. પાસનાં પ્રવક્તા વરૂણ પટેલે જણાવ્યું કે હવે અમારે મધ્યસ્થી કમિટીની કોઇ જરૂર નથી. આ કમિટી સરકાર સાથે મળીને પાટીદારોને માત્ર ઉલ્લું બનાવવાનું જ કામ કરી રહી છે. આ કમિટીને સમાધાન કરવામાં કોઇ જ રસ નથી.

સમાધાન અંગેની કોઇ પણ હાર્દિક સહિતનાં આગેવાનો જેલમાંથી છુટે તે પછી જ કરવામાં આવશે. પાસનાં આવા આક્રમક વલણથી સરકારની સમાધાનની આશાઓ પર પાણી ફરી વળે તેવી પ્રવાહી સ્થઇતી બની રહી છે. પાટીદાર આંદોલન મુદ્દે બેકફૂટ પર આવી ગયેલી ભાજપ સરકારે સમાધાન માટે સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને સીદસર ઉમિયા સંસ્થાનાં જેરામ પટેલને મેદાનમાં ઉતર્યા હતા. સરકાર સમાધાન ઇચ્છે છે જો કે પાટીદારો શું ઇચ્છે છે તે અંગે કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી.

હાર્દિકે આપેલી 27 માંગણીઓ પૈકી મુખ્ય માંગણીઓ જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરવાની છે. જો કે સરકાર દ્વારા પાટીદારોની જામીન અરજીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા હાર્દિક બહાર આવે તો સરકારને અસ્થિર કરી શકે છે તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે હાર્દિક જો બહાર આવે તો ગુજરાતનું વાતાવરણ ફરીથી બગડે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

You might also like