જર્નાલિસ્ટનો ન્યૂડ વીડિયો બનાવનાર હોટલ માલિકને 350 કરોડનો દંડ

વોશિંગ્ટન : એક અમેરિકન કોર્ટ દ્વારા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો ન્યૂડ વીડિયો બનાવનારા હોટેલ માલિક પર 350 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહિલા જર્નાલિસ્ટનું નામ એરિન એન્ડ્યૂ છે તે ફોક્સ સ્પોર્ટ્સમાં રિપોર્ટર છે. 2008માં તેની પાંચ મીનિટની ન્યૂડ ક્લિપ લીક થઇ હતી. એરિને એક હોટલનાં માલિક પર વીડિયો બનાવવાનો આરોપ લગાવતા 470 કરોડ રૂપિયાનો કેસ ફાઇલ કર્યો હતો. કોર્ટમાં એરિનાએ જણાવ્યું કે જે હોટલમાં તે રોકાઇ ત્યારે હોટેલનાં ઓનર માઇલક બેરેટે તેનો વીડિયો બનાવી લીધો હતો.

એરિનાનાં દાવા અનુસાર તે દરમિયાન તે ESPNમાં કામ કરતી હતી. તેણે જણાવ્યું કે હોટલ માલિકે જેવી હરકત કરી તેનાંથી તેને એવો શોક લાગ્યો કે તે હવે જ્યારે પણ કોઇ હોટલમાં રોકાતી હોય છે. ત્યારે રૂમ્સ અને બાથરૂમમાંહિડન કેમેરા તો નથી ને. હોટલ ઓવરે આ ક્લિપને ઓનલાઇન શેર કરી હતી. બે સપ્તાહ સુધી ચાલેલી સુનવણી દરમિયાન જ્યુરીએ સોમવારે ચુકાદો આપ્યો હતો. કોર્ટ દ્વારા બેરેટ અને હોટલ કંપનીને ન્યૂડ વીડિયો માટે જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.

એફબીઆઇની તપાસમાં પણ જાણવા મળ્યું કે સ્ટોકર પહેલા પણ નેશવિલે અને ઓહાયોની હોટલ્સમાં ગુપ્ત વીડિયોઝ બનાવીને ઓનલાઇન પોસ્ટ કરી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 37 વર્ષીય એરિન ફોક્સ સ્પોર્ટમાં રિપોર્ટર છે. તે ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ શોની કો હોસ્ટ પણ છે. અગાઉ તે ESPNમાં કોલેજ ગેમ ડે અને એબીસી નેટવર્કનાં ગુડ મોર્નિંગ અમેરિકા શોને પણ હોસ્ટ કરી ચુકી છે.

You might also like