41 વર્લ્ડ રેકર્ડધારી દુનિયાની બેસ્ટ ફ્રી ડાઇવર પાણીમાં ગુમ!

બાલેરિક આઇલેન્ડ (સ્પેન) લગભગ ૪૧ વર્લ્ડ રેકર્ડ અને ૨૩ વિશ્વ ખિતાબ પોતાના નામે કરનારી રશિયાની ૫૩ વર્ષીય ફ્રી ડાઇવર નતાલિયા મોકાનોવા થોડા દિવસથી લાપતા છે. ગત રવિવારે સ્પેન નજીકના બાલેરિક આઇલેન્ડના ઇબિજા કિનારે નતાલિયા અને તેના સાથી ડાઇવિંગની પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા. નતાલિયાએ ડાઇવ તો લગાવી, પરંતુ ઘણી વાર સુધી તે ઉપર આવી નહીં. તેના સાથીઓએ પોતાની રીતે તેને શોધી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહીં. થોડા દિવસથી નતાલિયાની શોધ ચાલી રહી છે. નતાલિયાના પુત્ર એલેક્સીએ કહ્યું, ”હવામાન સ્વચ્છ હતું અને પાણી પણ શાંત હતું. એવામાં કોઈ અકસ્માત થાય એવી શક્યતા બહુ ઓછી છે. આ અમારા માટે બહુ જ મુશ્કેલ સમય છે.” નતાલિયા દુનિયાની સૌથી શાનદાર ફ્રી ડાઇવર હતી. તે નવ મિનિટ સુધી પાણીમાં શ્વાસ રોકી શકતી હતી અને પાણીમાં ફિનનો ઉપયોગ કરીને ૧૦૧ મીટરની ઊંડાઈ સુધી ડાઇવ લગાવી શકતી હતી.

You might also like