કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉતરપ્રદેશમાંથી સૌથી વધારે અરજીઓ આવી

નવિ દિલ્હી: કૈલાશ માનસરોવર યાત્રા માટે આ વર્ષે વિદેશ મંત્રાલયને ચાર હજારથી વધુ અરજી મળી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કૈલાશ માનસરોવર યાત્રા 2017 માટે તીર્થયાત્રીકોઓની પસંદગી પ્રકિયા દરમિયાન આ માહિતી આપી. મંત્રાલયને મળેલા અરજીમાંથી તીર્થયાત્રીની પસંદગી શુક્રવારના રોજ કોમ્યુટર ડ્રો દ્વારા કરવામાં આવી હતી.

એક પરિવારના ચાર લોકો યાત્રા કરી શકશે.

ગત વર્ષે 2600 અરજી મળી હતી, જ્યારે આ વખતે 4442 અરજી આવ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા 2017ની યાત્રામાં આ વખતે એક પરિવારના ચાર સભ્યો જઈ શકશે

ઉતરપ્રદેશમાંથી મોટી સંખ્યામાં મળી અરજી

ઉતરપ્રદેશમાં મોટી સંખ્યામાં અરજી મળી છે. ઉતરપ્રદેશ સરકાર યાત્રા માટે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે, રાજ્ય સરકારના આ નિર્ણયથી લોકોએ મોટી સંખ્યામાં નામ નોંધાવ્યા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે યુ.પીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને યાત્રા માટે આર્થિક મદદ આપવા અને લોકો વચ્ચે યાત્રા પ્રચાર કરવા બદલ લોકોનો આભાર માન્યો.

બે માર્ગો પર થઈ જશે તીર્થયાત્રીઓ

કૈલાશ માનસરોવર યાત્રા માટે આવેલા 4442 અરજીમાં પુરુષોની સંખ્યા 3303 તથા મહિલાઓની સંખ્યા 1139 અને 826 જેટલા વરિષ્ઠ નાગરિકો છે. આ યાત્રામાં 60 યાત્રીઓના 18 ગ્રુપ લિપુલેખ માર્ગે તથા 50 યાત્રિઓના 8 જુથ નાથુલા માર્ગે થઈને જશે.

જુન મહિનાથી શરૂ થશે માનસરોવર યાત્રા

યાત્રા અગેં મંત્રીએ જણાવ્યું કે ‘અમારો ધ્યેય યાત્રાને સુખ:દ બનાવવનો છે વધારેમાં વધારે લોકોને ફાયદો થાય ચાર મહિનાની આ યાત્રા જુન મહિનાથી શરૂ થવાની છે. યાત્રા માટે પસંદગી પામેલા લોકોને SMS અને ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે. ડ્રો થયા બાદ તીર્થયાત્રીઓ પોતાની બેચ બદલવા માટે ઓનલાઈ અરજી કરી શકશે.

You might also like