બલૂચિસ્તાનની શાહ નૂરાની દરગાહમાં બોમ્બ વિસ્ફોટ : 90 લોકોનાં મોત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંત ખાતે એક દરગાહ પર શનિવારે થયેલા વિસ્ફોટમાં 40 લોકોનાં મોત નિપજ્યા હતા. પાકિસ્તાનનાં જિયો ન્યુઝ ચેનલ અનુસાર બોમ્બ વિસ્ફોટમાં 100થી વધારે લોકો ઘાયલ થવાની આશંકા છે. બીજી તરફ એક્સપ્રેસ ટ્રિબ્યુનલે પોલીસ સુત્રના હવાલાથી કહ્યું કે આ હૂમલા પાછળ 14 વર્ષનો એક આત્મઘાતી હૂમલાખોર છે.

જો કે હજી સુધી આ હૂમલાની જવાબદારી કોઇ પણ સંગઠને સ્વિકારી નથી. રિપોર્ટો અનુસાર બોમ્બ વિસ્ફોટ બલૂચિસ્તાન પ્રાંતના લાસબેલા જિલ્લા ખાતે શાહ નૂરાની દરગાહમાં થયો હતો. વિસ્ફોટ તે સ્થળ પર થયો હતો જ્યાં ધમાલ (એક પ્રકારની ધાર્મિક ઉત્સવ) ચાલી રહી હતી. વિસ્ફોટ દરગાહનાં પરિસરમાં જ થયો હતો.

મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બલુચિસ્તાનનાં ગૃહમંત્રી મીર સરફરાજે અહેમદ બુગ્તીએ કહ્યું કે બોમ્બ વિસ્ફોટમાં જે લોકો ઘાયલ થયા છે તેમને કરાચી લઇ જવાઇ રહ્યા છે.

You might also like